Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

નિકાસ સેક્ટરને શ્રેણીબદ્ધ રાહત આપવા માટે તૈયારી

રોકાણકારો સોનામાં રોકાણ નહીં કરવાના મૂડમાં : પોલીશ્ડ ડાયમંડ, કલર્ડ જેમ્સ સ્ટોન ઉપર ડ્યુટી ઘટાડવા માટેની તૈયારી : નિકાસ ક્ષેત્ર ઉપર સરકારનું ખાસ ધ્યાન

નવી દિલ્હી, તા. ૭ : ઘટી રહેલી નિકાસ અને વધતી બેરોજગારીને રોકવા માટે હવે નિકાસ સેક્ટર ઉપર સરકાર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકાર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટેસરકાર વિવિધ પગલા જાહેર કરી શકે છે. મળેલી માહિતી મુજબ સરકાર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે પોલિસ્ડ ડાયમંડ અને કલર્ડ જેમ્સ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા ઉપર વિચારણા કરી રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને મોંઘા સ્ટોન ઇમ્પોર્ટથી રાહત મળી શકે છે. સુત્રોના કહેવા મુજબ પોલિસ્ડ ડાયમંડ ઉપર આયાત ડ્યુટી ઘટાડીને ૨.૫ ટકા કરવા અને કલર્ડ જેમ્સ સ્ટોન ઉપર આયાત ડ્યુટી ઘટાડીને ૨.૫ ટકા કરવા પર વિચારણા ચાલી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના પરિણામ સ્વરુપે કિંમતો ઘટી જવાનો ભય સતાવી રહ્યો છે. શેરબજારમાં થઇ રહેલા કડાકા છતાં મૂડીરોકાણકારોના સોનામાં વધારે રોકાણ કરવાની આશા હજુ દેખાઈ રહી નથી.

        મૂડીરોકાણકારો સોનામાં રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. કારણ કે, સોનાની કિંમતોને લઇને પણ રોકાણકારો હાલ સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, સોનામાં મૂડીરોકાણ હવે ફાયદાનો સોદો બની શકે નહીં. અલબત્ત કેટલાક કારોબારીઓને હજુ પણ લાગી રહ્યું છે કે, સોનાની કિંમત હવે વધી શકે છે. બજારની નજર અમેરિકામાં જારી કરવામાં આવનાર નોન ફોર્મ પેરોલના આંકડા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. જયપુરમાં જ્વેલરીના કારોબાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, જ્વેલરીના કારોબારમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે. સોનામાં દરેક તેજીની સાથે દાગીનાના કારોબારમાં ઘટાડો થઇ રહ્યો છે.

       એકલા જયપુરમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. આવનાર દિવસોમાં હજુ પણ ઉથલપાથલ થઇ શકે છે. દેશના અર્થતંત્રમાં સુસ્તીને દૂર કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે જુદા જુદા ક્ષેત્રો આશા રાખી રહ્યા છે. નિકાસકારોને પણ રિફંડમાં રાહત મળી શકે છે. હાલમાં કેન્દ્ર અને રાજ્યના અધિકારી જુદા જુદા એસજીએસટી અને સીજીએસટી રિફંડ દાવાને લઇને આગળ વધી રહી છે. ટૂંક સમયમાં જ આનો નિકાલ કરી દેવામાં આવનાર છે. સૌથી મહત્વપૂર્ણ બાબત ૨૦૧૯ની શરૂઆત બાદથી હજુ સુધી સોનાની કિંમતમાં ૨૪ ટકાનો વધારો થયો છે. પાંચમી સપ્ટેમ્બર અને છઠ્ઠી સપ્ટેમ્બરના ઘટાડાને છોડી દેવામાં આવે તો મોટાભાગે સોનાની કિંમતમાં વધારો થયો છે.

(7:41 pm IST)