Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

લઘુમતિના મુદ્દે પાકિસ્તાન પોતે જ મુશ્કેલીમાં મુકાશે

પાકિસ્તાનનો વૈશ્વિક મંચ પર પર્દાફાશ કરાશે : કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના પ્રશ્ને પાક મુશ્કેલીમાં

નવીદિલ્હી, તા. ૭ : આંતરરાષ્ટ્રીય અને અન્ય વૈશ્વિક મંચ ઉપર પાકિસ્તાનના ઘાતક ઇરાદાનો પર્દાફાશ કરવા માટે ભારતે તમામ તૈયારીઓ હાથ ધરી છે. માનવ અધિકારના મુદ્દા પર ભારતને ઘેરવાના પ્રયાસનો દાવ હવે પાકિસ્તાનને જ ભારે પડી રહ્યો છે. કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના મુદ્દાને ઉઠાવવાની બાબત ઇસ્લામાબાદ માટે મુશ્કેલી સમાન બની ગઈ છે. શરૂઆતમાં આ મુદ્દા ઉપર રચનાત્મક વલણ અપનાવવામાં આવ્યા બાદ મોદી સરકારે હવે પોતાના વલણને કઠોર બનાવીને આની જાહેરાત કરી દીધી છે. માનવ અધિકારના મુદ્દા ઉપર જ ભારત પાકિસ્તાન પર હવે પ્રહાર કરવાના મૂડમાં છે. અમેરિકામાં અભૂતપૂર્વરીતે બદલાયેલા ઘટનાક્રમે પાકિસ્તાનની હાલત કફોેડી કરી દીધી છે.

      પાકિસ્તાન કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના મુદ્દાને અમેરિકી કોંગ્રેસની સમક્ષ જોરદારરીતે ઉઠાવવાના પ્રયાસ કરી રહ્યું હતું. જો કે, પાકિસ્તાનની આ ચાલ સફળ રહી નથી. ભારતે હવે પાકિસ્તાનના લઘુમતિઓ ઉપર થઇ રહેલા અત્યાચારને પ્રાથમિકતા સાથે  ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં અહેમદી મુસ્લિમો ઉપર થઇ રહેલા અત્યાચાર અને સિંધ ક્ષેત્રમાં હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ અપનાવવાના મુદ્દા ભારત ઉઠાવવાની તૈયારીમાં છે.   આ બેઠકમાં કાશ્મીરમાં માનવ અધિકારના મુદ્દાને જ નહીં બલ્કે શ્રીલંકામાં તમિળોની સ્થિતિ અને મ્યાનમારમાં રોહિગ્યાઓની સ્થિતિ પર પણ ચર્ચા થશે. યુએસ કોંગ્રેસના સભ્ય બ્રેડ શેરમેને ટ્વિટ કરીને કહ્યું છે કે, દક્ષિણ એશિયા નીતિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ભારતના રાજદૂતે મામલામાં કોઇ દરમિયાનગીરી કરવા અમેરિકાએ ઇન્કાર કરી દીધો છે. ભારત પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકવા સંપૂર્ણ તૈયાર છે.

(7:55 pm IST)