Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ઓનલાઇન વાહન વીમામાં બે ગણો વધારો થયો

વીમાસંબંધી ઓનલાઇન સેવાઓ આપતી કંપની રીપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી,તા.૭:નવો મોટર વાહન કાયદો આવ્યા બાદ વાહન વિમાની ઓનલાઇન વેચાણ બેગણી વધી ગઈ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં વેચેલા વાહન વીમામાં ૯૦ ટકા એવા લોકોએ ખરીદ્યા છે. જેના વાહનની વિમાની વૈધતા પહેલા જ સમાપ્ત થઇ ચુકી હતી.

વીમા સંબંધી ઓનલાઇન સેવાઓ આપતી પોલિસી બજાર ડોટકોમના રિપોર્ટથી એ જાણકારી સામે આવી છે. કંપનીના મુખ્ય કારોબાર અધિકારી તરુણ માથુરે કહ્યું કે નવા કાયદાને અમલમાં આવ્યા બાદ અમે રોજ અંદાજે ૩૦ હજાર વાહન વીમો વેચાય રહ્યો છે. આ પહેલાની સરખામણીએ બેગણું વધુ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જેટલી પોલિસી વેચવામાં આવી છે. તેમાંથી ૯૦ટકા એ લોકોની છે. જેનો વિમાલેપ્સ થઇ ચુકયો છે.

 બીજી બાજુ કારોના કારોના ઓનલાઇન ૬૦ ટકાનો વધારો થયો છે. તે તેનું નવીનીકરણ કરાવી રહ્યા છે. જેથી ભારે દંડથી બચી શકાય. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં વીમામાં ભારે વેચાણથી માલુમ પડે છે કે ગ્રાહકો દંડમાં ભારે વધારા અંગે સજાગ છે. જનરલ ઇન્સ્યોરન્સના રિપોર્ટ મુજબ, દેશં ૭૦ ટકા જુના દ્વિચક્રી વાહનોની વાત કરવામાં આવે તો તેમાં પણ ૩૦ ટકાનો વીમો નથી.

વાહનોના વીમાનું સ્તર તાત્કાલિક ધોરણે ૯૦ ટકા સુધી પહોંચી ગયો છે. કંપનીઓને વધુ રકમ મળે છે તો કલેમના હિસાબથી ખર્ચ પણ દ્યટે છે. ખર્ચ ઘટવાથી વીમા પ્રીમિયમ પણ ઓછું થશે.

(1:09 pm IST)