Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

૯પ ટકા સલામત છે ચંદ્રયાન-ર : આર્બિટર હજુ પણ લગાવી રહ્યું છે ચંદ્રનું ચક્કર

નવી દિલ્હી : ચંદ્રયાન-રના લેન્ડર 'વિક્રમ'નો ચંદ્ર પર લેન્ડીંગ પૂર્વે જ સંપર્ક તૂટી ગયો : વિક્રમનો સંપર્ક કેમ તુટી ગયો કે પછી તે શું દુર્ઘટના ગ્રસ્ત થયું ? હજુ ભલે તેની કોઇ માહિતી બહાર આવી ન હોય પણ ૯૭૮ કરોડનું ચંદ્રયાન-ર મિશન હજુ સમાપ્ત થયું નથી નથી : ઇસરોના એક અધિકારીના કહેવા મુજબ મિશનના માત્ર પ ટકા લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને નુકસાન થયું છે  જયારે બાકીનું ૯પ ટકા ચંદ્રયાન-ર આર્બીટર હજુ પણ ચંદ્રમાનું ચક્કર ફરે છે : ૧ વર્ષના મિશનવાળુ આર્બિટર ચંદ્રની અનેક તસ્વીરો લઇને મોકલી શકે છે

(11:32 am IST)