Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વડાપ્રધાન મોદી પોતાનો જન્મ દિવસ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દિવ્યાંગ બાળકો સાથે ઊજવશે

વડાપ્રધાનના ૬૯મા જન્મ દિવસના અવસર પર વારાણસીનાં ૬૯ મંદિરોમાં ભજન સંધ્યા થશે તો ૬૯ જગ્યાઓ પર દીપદાન કરાશે

નવી દિલ્હી તા. ૭ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં સાદગીપૂર્ણ સંદેશો આપવાની કોશિષ કરે છે. દરેક જન્મ દિવસ પર કંઇક ખાસ કરે છે. એક વખત ફરીથી આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ રીતે સેલિબ્રેટ કરવા જઇ રહ્યા છે. ૧૭મી સપ્ટેમ્બરના રોજ પોતાનો ૬૯મો જન્મ દિવસ પોતાના સંસદીય મત વિસ્તારમાં દિવ્યાંગ બાળકોની સાથે મનાવશે એવી માહિતી સુત્રો દ્વારા મળી છે.

વડાપ્રધાનના પ્રવાસને જોતા વારાણસી મેનેજમેન્ટ આખા શહેરને ચમકાવવામાં અને સજાવવામાં લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન ૬૯મા જન્મ દિવસના અવસર પર વારાણસીનાં ૬૯ મંદિરોમાં ભજન સંધ્યા થશે તો ૬૯ જગ્યાઓ પર દીપદાન કરાશે.

પીએમ મોદીના જન્મ દિવસના અવસર પર આખા શહેરમાં શંખનાદની પણ સગવડતા કરાઇ છે. જો કે હજી પીએમઓ તરફથી વડાપ્રધાનને સંપૂર્ણ પ્રોટોકોલ મળ્યો નથી. પરંતુ પ્રશાસનની સાથોસાથ પાર્ટી સ્તર પર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

તેના માટે એક સપ્તાહ પહેલાં એટલે કે ૧૩ સપ્ટેમ્બરથી જ સ્વાસ્થ્ય અને ફિટનેસને લઇ કાર્યક્રમ શરૂ થઇ જશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન ૧૭ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર તેમની માતાના આશીર્વાદ લીધા બાદ વારાણસી પહોંચશે. અને ત્યાં દિવ્યાંગ બાળકોની મુલાકાત લેશે.

(11:18 am IST)