Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ટુંક સમયમાં પીપીએફ, એનએસસી પરનો વ્યાજ દર ઘટે તેવી આશંકા

હજી તો જુન માસમાં આ બન્નેનું વ્યાજ ઘટાડયું હતું

નવી દિલ્હી તા ૭  : કેન્દ્ર સરકાર નજીકના ભવિષ્યમાં પીપીએફ, એનએસસી જેવી લઘુ બચત યોજનાનું વ્યાજ ઘટાડશે એવા અણસાર મળ્યા હતા.

હજી તો જુન માસમાં જ સરકારે આ બંનેના વ્યાજદરમાં બેઝિક દસ પોઇન્ટ ઘટાડીને ૭.૯ ટકા વ્યાજ કર્યુ હતું.

સરકારી પ્રવકતાએ એવો દાવો કર્યો હતો કે, આ બંને લઘુ બચતના વ્યાજદર બજારને અનુરૂપ નહીં હોવાથી બેન્કોએ આ વ્યાજ ચુકવવા પાછળ વધુ ખર્ચ કરવો પડે છે. ફરી એકવાર આ બંનેના વ્યાજદરો ઘટે એવી શકયતા નકારી કઢાતી નથી, અત્યાર અગાઉ એસબીઆઇંએ પોતના વ્યાજના દરોને રેપો રેટ સાથે જોડી દીધા હતા. રિઝર્વ બેન્કે બુધવારે જ બેન્કોને એવી સુચના મોકલી હતી કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અપાતી લોનને રેપો રેટને અનુરૂપ કરો. આવનારા દિવસોમાં બેન્કોને વ્યાજથી મળતા લાભને પ્રતિકુળ અસર થવાની શકયતા નકારી કઢાતી નથી.

(11:18 am IST)