Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમેરિકાનું ગ્રીન કાર્ડ, નાગરિકતા, વિઝા માટે સોશ્યલ મીડિયાની માહીતી ફરજિયાત આપવી પડશે

વોશિંગ્ટન તા ૭  : અમેરિકાનું ગ્રીન કાર્ડ, નાગરીકતા કે વર્ક વિઝા જોઇતા હોય તો તમારે સોશ્યલ મીડિયા હેન્ડલની માહીતી ફરજીયાત પણે શેર કરવી પડશે. અમેરિકાના હોમલેન્ડ એન્ડ સિકયોરીટી ડીપાર્ટમેન્ટે ફોર્મમાં એક કોલમ ઉમેરી દીધી છે, જેમાં સોશ્યલ મીડિયા સાથે જોડાયેલી માહીતી આપવી પડશે. ફેડરલ રજીસ્ટરમાં નોટિસ રજુ કરાઇ અને ૨૦ દિવસની અંદર લોકોની પ્રતિક્રિયાઓ માંગવામાં આવી છે. અમેરિકાએ પહેલા જ પર્યટકો, વિદ્યાર્થીઓ અને ભારત સાથે નોકરી કરનારા લોકોના ફોર્મમાં એક ડ્રોપડાઉન મેનું જોડયું હતું, જેમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના યુઝરનેમ કે હેન્ડલનું નામ ભરવાનું હતું. ઇમિગ્રેશન ડોટ કોમના એટોર્ની રાજીવ ખન્નાએ  કહ્યુ ં કે અમેરિકામાં રહેતા કે ત્યાં જતા ભારતીયો માટે એક પ્રસ્તાવ મુકયો છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે સોશ્યલ મીડિયાની માહીતી આપવી જરૂરી થઇ શકે છે. તેમાં એચ-૧બી વર્ક વિઝા અને કંપનીની અંદર જ ટ્રાન્સફર ઇચ્છનાર એલ-૧ વિઝાધારક પણ સામેલ હશે. આ એ લોકો પર પણ એપ્લાય થશે, જે ગ્રીન કાર્ડ હોલ્ડર છે, પરંતુ બે વર્ષથી અમેરિકાની બહાર રહેતા હતા.

ભારતીયોને અમેરિકન વિઝા માટે પહેલેથીજ કેટલાય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે અને હવે ગ્રીનકાર્ડ માટે  સોશ્યલ મીડિયાની માહીતી માગી અને તે પણ મુસીબત ઉભી કરી શકે છે. મોટી સંખ્યામાં ભારતીય અમેરિકાના ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે.૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ખતમ થનાર નાણાકીય વર્ષમાં લગભગ ૬૦,૦૦૦ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યા હતા જેમાંથી ૫૦,૦૦૦ને નાગરીકતા મળી.ખન્નાએ કહયું કે આ પ્રસ્તાવમાં સોશ્યલ મીડિયાની માહીતી જરૂરી કરાઇ છે, પરંતુ એમ પણ કહ્યું છે કે જેમણે અત્યાર સુધી માહીતી આપી નથી તેમનું ફોર્મ પ્રોસેસમાં રહેશે. અને ડેટા મળવા સુધી મોડુ થઇ શકે છે હવે એ જોવાનું છે કે  ફોર્મ કેવી રીતે ડિઝાઇન કરાશે કે સોશ્યલ મીડિયાની માહીતી ન આપનારાઓને પણ સમાયોજિત કરી શકાય.

(11:19 am IST)