Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મંદી અને નોટબંધીથી તંગ વેપારીએ નાણામંત્રીની 'બોલતી'બંધ કરી!

લુધિયાણાના જી.એસ. ઓટોનાં જસબીર સિંઘે મંત્રીને બોલતા અટકાવ્યા હતા અને કહ્યું કે, નોટબંધીની આ બધી અસરો હવે પડી રહી છેઃ લોકો પાસે પૈસા નથી

નવી દિલ્હી, તા.૭: કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકારમાં રાજયકક્ષાનાં નાણામંત્રી અનુરાગ ઠાકુરને ઓટો ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત (ACMA)ની એક ઇવેન્ટમાં અર્થતંત્રમાં મંદી અને નોટબંધીના કારણે ઉભી થયેલી સ્થિતિ માટે તેમને બોલતા અટકાવ્યા હતા અને હાલના અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ માટે નોટબંધીને જવાબદાર ગણાવી હતી.

કેન્દ્રનાં રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરે આ ઘડીએ ઓટો ઇન્ડ્રસ્ટ્રીનાં લીડરોને એવો પ્રશ્ન કર્યો કે, સરકારે ઘણા પગલા લીધા છતાં કેમ લોકો વાહનો ખરીદતા નથી ?આ સવાલના જવાબમાં એક માણસ ઉભો થયો અને અનુરાગ ઠાકુરને બોલતા અટકાવ્યા અને કહ્યું કે, નોટબંધીની આ અસર છે.

ઓટોમેટિવ કમ્પોનન્ટ મેન્યુફેકચરર્સ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

લુધિયાણાના જી.એસ. ઓટોનાં જસબીર સિંદ્યે મંત્રીને બોલતા અટકાવ્યા હતા અને કહ્યું કે, નોટબંધીની આ બધી અસરો હવે પડી રહી છે. લોકો પાસે પૈસા નથી.

જોકે, ઠાકુરે બોલવાનું શરૂ રાખ્યું હતું અને તેમણે ખાલી 'આભર' કહ્યું.

સ્થિતિને કાબૂમાં લેવા માટે મંત્રીએ સવાલ કર્યો કે, જો આ બધી નોટબંધીની જ અસર હોય તો, હવે આપણે કેમ આગળ વધીશું ? કંપનીઓએ ભાવ ઘટાડયા છતાં કેમ લોકો વાહનો ખરીદતા નથી?

(10:24 am IST)