Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

બિહારમાં બધા મદ્રેસાની મરામત અને પુનનિર્માણ કરાવશે નીતીશ સરકાર : લાઈબ્રેરી,લેબ અને હોસ્ટેલ પણ બનાવશે

 

પટના : બિહારની નીતીશકુમાર સરકારએ રાજ્યના તમામ રજીસ્ટર્ડ મદ્રેસાનું તબક્કાવાર મરામત અને પુનનિર્માણ કરવા નિર્ણ્ય કર્યો છે જે અંતર્ગત મદ્રેસાઓમાં નવી લાઈબ્રેરી,હોસ્ટેલ અને સાયન્સ લેબ પણ બનાવાશે ,બિહારમાં હાલમાં 2549 માન્યતા પ્રાપ્ત મદ્રેસા છે જેને રાજ્યસરકાર વાર્ષિક ફંડ આપે છે 

  પ્રકારે પહેલીવાર થયું જયારે રાજ્યમાં કોઈ સરકારે મદ્રેસાની મરામત અને પુનનિર્માણનો નિર્ણંય કર્યો છે પહેલા સુધી મદ્રેસાના નિર્માણ કાર્ય અને મરામત ની જવાબદારી મદ્રેસા કમિટીની હતી જે સરકારી ફંડ દ્વારા કામ કરાવતી હતી,

 અલ્પસંખ્યક કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અમીર સુબાહનીએ ગત સપ્તાહે બિહાર સ્ટેટ મદ્રેસા બોર્ડના ચેરમેન કયુમ અન્સારી અને નિર્માણ અને ઇંજિનિયરીંગથી સંકળાયેલ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી

  અંસારીએ કહ્યું કે સરકારે મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે જેના માટે એક કમિટી બનાવી છે ,અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યને પૂર્ણ કરવા પ્રદેશ મદ્રેસા બોર્ડ નોડલ એજન્સી હશે જયારે બિલ્ડીંગ કંસ્ટ્રક્ટર વિભાગ યોજનાને કાર્યાન્વિત કરશે

   પહેલા તબક્કામાં ઔરંગાબાદ,નાલંદા,અને દરભંગાની 25 મદ્રેસાની મરામત અને પુનનિર્માણ માટે 25 કરોડ જારી કરાશે અન્ય જિલ્લાના જિલ્લા અલ્પસંખ્યક કલ્યાણ અધિકારીઓને દરખાસ્ત મોકલવા કહેવાયું છે જે જમીન પર મદ્રેસા હોય તેની પર કોઈ કાનૂની અડચણ હોવી જોઈએ નહીં તેવું લેખિતમાં કહેવાયું છે

  પહેલા 2017માં સરકારે મદ્રેસાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ આપવા નિર્ણ્ય કરાયો હતો જોકે યોજના લાગુ કરી શકાય નહોતી,

 

(12:00 am IST)