Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પાક સેના દ્વારા અખનુર સેકટરમાં એલઓસી પર કેરી બટલ અને પલ્લાવાલા વિસ્તારમાં ભીષણ ગોલાબારીઃ એક જવાન શહીદ

 પાક સેના દ્વારા અખનુર સેકટરમાં એલઓસી સાથે સંલગ્ન  કેરી બટલ અને પલ્લાવાલા વિસ્તારમાં સવારથી જ ભારતીય ચોકીઓને નિશાન બનાવી ગોલાબારી  થઇ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય જવાનો પણ પાક ગોળીબારીનો મુંહતોડ જવાબ આપી રહ્યા છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી થઇ રહેલ ગોલીબારીમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયુ નથી.

અધિકારીઓઅ કહ્યું અનુચ્છેદ-૩૭૦ હટાવી અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી પાકિસ્તાન રઘવાયું થયુ છેે. આતંકીયોને ભારતમાં ઘુસાડવાની પેરવીમાં છે. જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ કરવા તે આ ગોલાબારીની આડમાં આતંકીઓને ભારતમાં ઘુસાડવા માગે છે. પાકિસ્તાની સૈનિકો સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

જયારે પાકિસ્તાન તરફથી કેરી બેટલ અને પલ્લાંવાલામાં ગોળીબારી શરૂ થઇ તો આ વિસ્તારોમાં દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. લોકો પોતાના ઘરોમાં છુપાઇ ગયા હજુ પણ બંને તરફથી  ગોળીબારીનો સિલસીલો ચાલુ છે. સેનાએ આ વિસ્તારમાં એલર્ટ જાહેર કરેલ છે. પાકિસ્તાની સૈનિકોએ પહેલી સપ્ટેમ્બરના પુંછમાં એલઓસી પર ભારતીય ચોકીઓ પર ગોળીબારી કરી જેમાં એક જવાન શહીદ થયો ભારતએ પણ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનને નુકસાન પહોંચાડયુ છે.

(12:00 am IST)