Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ છતાં પ્રવાસી શ્રમિકો આતંકીઓના નિશાના પરઃ એક પર હુમલો, બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા

સોપોરમાં હુમલાથી બહારના શ્રમીકોમાં ભયઃ સંવેદનશીલ વિસ્તારોમાં સુરધા વધારાઇ

આતંકિયોએ હવે કાશ્મીરમાં બચેલા થોડા ઘણા પ્રવાસી શ્રમિકોને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. એમણે એકને ગોળી મારી જખ્મી કરી દીધો બાકીનાને સ્થાનીક લોકોએ બચાવી લીધેલ છે. ગંભીર રીતે ઘાયલ પ્રવાસી શ્રમિકની સ્થિતિ નાજૂક છે ઘટના બાદ આતંકીયો  ત્યાંથી નાસી છુટયા હતા.

સોપોરની ઘટનાથી વાદીમા જે જોડા ઘણા પ્રવાસી શ્રમિકો અને અન્ય લોકોમા ભય પેદા થયો છે. આમાંથી ઘણાએ કાશ્મીર છોડી દીધુ છે. સ્થિતિને નજરમાં રાખતા પ્રશાસનએ પણ સુરક્ષા વધારી દીધી છે.  ઇંટોના ભઠ્ઠાઓ અને બજારોમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા અઠવાડીયે લશ્કરના કમાન્ડર અબુ હૈદરએ પ્રવાસી લોકોને કાશ્મીર છોડવાનું ફરમાન સંભળાવતા એમને મોતને ઘાટ ઉતારવાની ધમકી અપાઇ છે. એમણે પ્રવાસી લોકોને કામ આપવાવાળા, એમને પોતાના ઘરમાં રાખવાવાળાને પણ કોમ અને ઇસ્લામના દુશ્મન ગણાવતા એમને પણ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવા કહ્યું છે.

સોપોરની ઘટનાએ કાશ્મીર ઘાટીમાં  બચેલા થોડા બહારના શ્રમિકો અને અન્ય લોકોમાં પણ ભય ઉત્પન્ન કર્યો છે. બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે વાદી થી લગભગ પાંચ લાખ પ્રવાસી શ્રમિક અને અન્ય લોકો પોતાના ઘેર ચાલ્યા ગયા  હતા આમ છતાં વાદીમાં એક હજાર જ પ્રવાસી શ્રમીક હતા જે જુદા જુદા કોન્ટ્રાકટર દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવેલ સુરક્ષિત આવાસની સુવિધા અથવા પોતાને  ચુકવણુ ન થયાને કારણે રોકાયેલા હતા.

સોપોરમાં આતંકીઓનું નિશાન બનેલ શ્રમિકનું નામ સફી આલમ છે તે રાજ મીસ્ત્રીનું કામ કરે છે. પ ઓગષ્ટ પછી કોઇ પ્રવાસી વ્યકિત પર આતંકી હુમલાની આ પહેલો બનાવ છે.  સફી આલમના પગમાં અને ખંભામાં ગોળી લાગી છે મોઢી સાંજે ગયેલ આતંકીઓનું એક દળ ઘરારથી મકાનમાં ઘૂસી ગયેલ આતંકીઓએ એમને રૂમની બહાર કાઢી આંગણામા ઉભો રાખીને મારવાનું ચાલુ કરેલ. આ પછી આતંકીયોએ એને છાતીમાં ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. ઘરના માલિક અને મહિલાઓએ તેને બચાવવાનો સઘન પ્રયાસ કર્યો. આતંકીયો સફીના પગ અને ખંભામાં ગોળી મારીને ભાગી ગયા હતા.

(12:00 am IST)