Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

નવી દિલ્હી રેલવે સ્ટેશને ભીષણ આગ ભભૂકી : બે ડબ્બા આગની ઝપટમાં : કોઈ જાનહાની નથી :યાત્રિકો સુરક્ષિત

ચંદીગઢ કોચિવેલી એક્સપ્રેસની પાવર કારમાં આગ : 32 ફાયરના જવાનો અને 12 ફાયર ફાયટરોએ જહેમત ઉઠાવી આગને કાબુમાં લીધી

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બપોરે મોટી દુર્ઘટના બની હતી ચંદીગઢ કોચિવેલી એક્સપ્રેસની પાવર કારમાં અચાનક આગ લાગી અને જોતજોતામાં તેણે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ. આગ લાગવાની સૂચના મળતા જ મોટા પોલીસફોર્સ સાથે ફાયરદળનાં ઘણા કર્મચારીઓ ફાયર બ્રિગેડની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.આ દરમ્યાન લગભગ 32 ફાયરનાં જવાનો અને 12 ફાયર ફાઈટર આ કામમાં લાગ્યા હતા.

આ ટ્રેન ચંદીગઢ રવાના થવાની હતી પરંતુ તે પહેલાં જ તેમાં આગ લાગી હતી. આ દરમ્યાન ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 ઉપર ઉભી હતી. જોતજોતામાં બંને ડબ્બા ઉપર આગ ફેલાઈ ગઈ હતી. જોકે, આ દરમ્યાન કોઈ પણ જાનહાનિ થઈ નથી. દરેક યાત્રીઓ સુરક્ષિત બહાર નીકળી ગયા અને ટ્રેનથી દુર આવી ગયા હતા. આગને કારણે ઉઠેલો ધુમાડો દૂર સુધી દેખાતો હતો.

(12:00 am IST)