Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રશિયામાં નરેન્‍દ્રભાઇના સાદગીના દર્શનઃ સોફાના બદલે ખુરશી ઉપર બેસવાનું પસંદ કર્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયામાં સાદગીની મિસાલ રજુ કરી છે. પોતાના રશિયા પ્રવાસમાં ફોટો સેશન દરમિયાન તેમના બેસવા માટે ખાસ સોફાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ તેમણે સોફામાં બેસવાની ના પાડી દીધી અને અન્ય લોકોના બેસવા માટે જે ખુરશીની વ્યવસ્થા કરી હતી તે સાધારણ ખુરશી જ બેસવા માટે મંગાવી. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો જેમાં મંગળવારે પીએમ મોદી દ્વારા સોફાની જગ્યાએ ખુરશી પર બેસવાનું જણાવાયા બાદ અધિકારીઓએ સોફાની જગ્યાએ ખુરશી મૂકી હતી.

ગોયલે ટ્વીટ કરી કે "આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાદગી જોઈ જ્યારે તેઓ પોતાના માટે કરાયેલા ખાસ પ્રબંધને ફગાવીને અન્ય લોકોની વચ્ચે સાધારણ ખુરશી પર બેસી ગયાં." મોદી વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (ઈઈએફ)માં સામેલ થવા માટે રશિયાના બે દિવસના પ્રવાસે ગયા હતાં.

ગુરુવારના રોજ અહીં ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમને સંબોધન કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ રિન્યુએબલ ઉર્જા પર ભાર મૂકતા કહ્યું કે શું ભારત સૌર ઉર્જા બેટરી વિનિર્માણના ક્ષેત્રે હબ બની શકે છે જે સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં એક મોટી ભૂમિકા ભજવી શકે છે. તેમણે આ વાત મોબાઈલ ફોનનું ઉદાહરણ આપતા કહ્યું કે જેમ જેમ મોબાઈલ ફોનની લોકપ્રિયતા વધતી ગઈ, બેટરીનો આકાર પણ નાનો થતો ગયો.

(12:00 am IST)