Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

JNUSUના પૂર્વ ઉપાધ્યક્ષ અને કાશ્મીરી નેતા શેહલા રશીદ વિરૂદ્ધ દિલ્હી પોલીસ દ્વારા ફરિયાદઃ ભારતીય સેના વિરૂદ્ધ ખોટા નિવેદનોનો આરોપ

નવી દિલ્હી: JNUSUના પૂર્વ ઉપાધ્યક્ષ અને કાશ્મીરી નેતા શેહલા રશીદ વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. શેહલા રશીદ પર ભારતીય સેના વિરુદ્ધ ખોટા નિવેદનો કરવાનો આરોપ છે.

શેહલા રશીદે 18 ઓગસ્ટના રોજ એવી અનેક ટ્વીટ કરી હતી જેમાં તેમણે સેના પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. આ આરોપોને ભારતીય સેનાએ ફગાવ્યાં હતાં. ત્યારબાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે શેહલા રશીદ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો છે.

શેહલા રશીદે જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (JKPM) નામની પોલિટીકિલ પાર્ટી જોઈન કરી છે. આ રાજકીય પક્ષ પૂર્વ આઈએએસ ઓફિસર શાહ ફૈસલે બનાવ્યો હતો.

(12:00 am IST)