Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

દિલ્હીના લાલ કિલ્લા પાસેથી આઇએસના બે આતંકવાદીઓ પકડાયા

જામા મસ્જિદના બસ સ્ટોપ પાસેથી કશ્મીરનાં શોપિયાંના પરવેજ અને જમશીદને ઝડપી લેવાયા

નવી દિલ્હી :દિલ્હી પોલીસે આતંકીઓનાં મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે  દિલ્હીની સ્પેશિયલ સેલ પોલીસે લાલ કિલ્લાની પાસેથી ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નાં બે આતંકવાદીઓની ધરપકડ કરી છે એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકી દિલ્હીમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.

 પોલીસ ઉપાયુક્ત (વિશેષ પ્રકોષ્ઠ) પી.એસ કુશવાહાએ જણવ્યું હતું કે બંનેની ઓળખ કશ્મીરનાં શોપિયાંથી પરવેજ (24) અને જમશીદ (19)નાં રૂપમાં કરવામાં આવી છે. આને લાલ કિલ્લાની નજીક જામા મસ્જિદ બસ સ્ટોપથી ધરપકડ કરવામાં આવેલ છે. તેઓએ જણાવ્યું કે, જ્યારે તેઓ જમ્મુ-કશ્મીર પરત આવવા માટે બસ પકડવાનાં હતાં ત્યારે બંનેને ગુરૂવારનાં રાત્રે 10:45 કલાકેથી પકડવામાં આવ્યાં.

અધિકારીએ જણાવ્યું કે, બંને દિલ્હીને અસ્થાયી શિવિર તરીકે ઉપયોગ કરતા હતાં. તેઓએ કહ્યું કે, પરવેજનાં ભાઇ પણ આતંકવાદી હતો કે જે આ વર્ષે 26 જાન્યુઆરીનાં રોજ શોપિયાંમાં અથડામણમાં મારવામાં આવ્યાં હતાં. પરવેજ વર્તમાનમાં ઉત્તર પ્રદેશનાં ગજરૌલાથી અમટેક કરી રહેલ છે અને તે પોતાનાં ભાઇથી પ્રભાવિત થયો.

-- 

(12:44 am IST)