Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પર છરીથી હુમલો :ગંભીર ઇજા :હોસ્પિટલમાં ખસેડાયા ;શંકમંદની ધરપકડ

જેયર બોલાસોનારો પર રેલી દરમિયાન છરી વડે હુમલો: યકૃત, ફેફસાં અને આંતરડાંમાં ઇજાઓ પહોંચી

 

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેયર બોલાસોનારો પર રેલી દરમિયાન છરી વડે હુમલો થયો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વિડિઓમાં જોવા મળે છે કે બોલોસરરોના ટેકેદારો તેમને ખભા પર લઈ જઇ રહ્યાં છે. તેના પેટ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે.

  ન્યૂઝ એજન્સી શીન્હુઆના જણાવ્યા મુજબ બોલસોનારોને જ્યારે ઘટનાસ્થળેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે  તે બેભાન લાગતા હતા. બનાવ પછી તુરંત પોલીસે તપાસ કાર્યવાહી શરૂ  કરી હતી. જેમાં ૪૦ વર્ષના એડેલિયો બીસ્પો ઓલીવૈરા નામના  શકમંદની ટોળા દ્વારા ધરપકડ કરવામાં અાવી હતી. બોલોનોસોની સ્થિતિ વિશે મીડિયામાં વિવિધ પ્રકારના સમાચાર છે.

 રાષ્ટ્રીય ન્યૂઝ નેટવર્ક ગ્લોબો મુજબ બોલસોનારો ને તાત્કાલિક સર્જરીની જરૂર છે જ્યારે તેમના પુત્ર ફ્લાવીયો ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, તેના પિતાની હાલત વધુ ગંભીર નથી. ફ્લાવીયોએ સમર્થકોને તેના પિતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું છે.

 તેમણે કહ્યું હતું કે, “દુર્ભાગ્યે, જેટલું અમે વિચાર્યું હતું તે કરતાં તેઓની હાલત વધુ ગંભીર છે. તેમના યકૃત, ફેફસાં અને આંતરડાંમાં ઇજાઓ પહોંચી છે. તેમને ઘણાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થઇ ગયો હોવાથીગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમની સ્થિતિ સ્થિર લાગે છે. ‘ બ્રાઝિલના  મિશેલ ટેમેરે હુમલાને અસહ્ય ગણાવ્યો હતો .’

(11:05 pm IST)