Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

'' ફ્રી હેલ્થ ફેર''ઃ યુ.એસ.એ.માં ''લવ ટુ શેર ફાઉન્ડેશન અમેરિકા''ના ઉપક્રમે ૧પ સપ્ટે. શનિવારે મેનવેલ ટેકસાસ મુકામે કરાયેલું આયોજનઃ બ્લડ સુગર, બ્લડ પ્રેસર, આંખ કાન, ગળાના નિદાન, થાઇરોડ, લંગ ફંકશન ટેસ્ટ, બોન ડેન્ટીસી, EKG સહીતના નિદાન કરી અપાશે.

યુ.એસ.એ.માં ''લવ ટુ શેર ફાઉન્ડેશન અમેરિકા''ના ઉપક્રમે ૧પ સપ્ટે. શનિવારના રોજ '' ફ્રી હેલ્થ ફેર''નું આયોજન કરાયું છે.

સાંઇ પ્રાઇમરી કેર, ન્યુ લાઇફ પ્લાઝા, 3945 CR 58,   મેનવેલ મુકામે યોજાનારા આ ફ્રી હેલ્થ ફેરનો સમય સવારે ૮ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધીનો  રહેશે જેમાં વિનામૂલ્યે બાયોમેટ્રિકસ, બોન ડેન્સીટી, EKG કેરોટિડ ડોપલર, બ્લડ સુગર, કોલેસ્ટેરોલ, લંગ ફંકશન ટેસ્ટ, વિઝન એન્ડ ગ્લુકોમા સ્ક્રિનિંગ, હિઅરીંગ ટેસ્ટ, થાઇરોડ સ્ક્રિનિંગ, બ્લડપ્રેશર સહિતના નિદાન કરી અપાશે.  જેનો લાભ વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે. ઉપરાંત બ્રાઝોરીયા કાઉન્ટીના રહેવાસીઓએ વિનામૂલ્યે મેમોગ્રામ કરી અપાશે. જે માટે કોન્ટેક નં. 281 - 412 - 6606 દ્વારા સંપર્ક સાધવાનો રહેશે.

ફ્રી હેલ્થ ફેર મેનવેલ તથા પિઅરલેન્ડ મેયરના હસ્તે ખુલ્લો મુકાશે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:16 pm IST)