Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

એસસી-એસટી લોમાં સુધાર અંગે કેન્દ્રને અપાયેલ નોટિસ

નવા સુધારાને પડકારતી અરજી પર નોટિસ અપાઈઃ હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાયત ધારામાં કરાયેલા સુધારા અંગે જવાબની સૂચના

નવી દિલ્હી, તા. ૭: સુપ્રીમ કોર્ટે સંસદ દ્વારા કરવામાં આવેલા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એક્ટમાં નવેસરના સુધારાને જાહેર કરવાની માંગ કરતી અરજીઓની બેચ ઉપર કેન્દ્ર પાસેથી આજે જવાબની માંગ કરી હતી. એસસી એસટી કાયદામાં નવા સુધારાઓને પડકાર ફેંકીને અરજીઓ દાખલ કરવામાં આવી ચુકી છે. જે સંદર્ભમાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની બનેલી બેંચે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને છ સપ્તાહમાં જવાબ આપવા માટે આદેશ કર્યો છે. કોર્ટે શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર સુનાવણી ચલાવતી વેળા આ અરજીઓમાં ધ્યાન આપ્યું હતું. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સંસદના બંને ગૃહોમાં પક્ષપાતી રીતે કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે. અગાઉની જોગવાઈઓ એવી રીતે મુકી દેવામાં આવી છે જેથી નિર્દોષ વ્યક્તિને ન્યાય મળી શકશે નહીં. ૯મી ઓગસ્ટના દિવસે સંસદમાં એક બિલ પસાર કરવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા લોકો સામે ચોક્કસ જોગવાઈઓના મામલામાં સુપ્રીમ કોર્ટની રજૂઆતને ફગાવી દેવામાં આવી હતી. અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અટકાયત સુધારા બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. છઠ્ઠી ઓગસ્ટના દિવસે આને લોકસભાની મંજુરી મળી ગઈ હતી. બિલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સામે અત્યાચારના આરોપી માટે જામીન માટેની જોગવાઈને ફગાવી દેવામાં આવી હતી. જો કોઇ કોર્ટ દ્વારા આદેશ કરાયો હોય તો પણ જામીનનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ૨૦મી માર્ચના દિવસે સરકારી કર્મચારીઓ સામે કઠોર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ધારાના વ્યાપક દુરુપયોગને લઇને ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, કાયદા હેઠળ દાખળ કરવામાં આવેલી કોઇપણ ફરિયાદ ઉપર તરત જ કોઇની ધરપકડ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ભારે હોબાળો થયો હતો.

 

(10:19 pm IST)