Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

એક્સાઇઝ ડ્યુટીમાં કાપનો કોઇ સંકેત હજુ મળ્યો નથી

વર્તમાન ખાતાકીય ખાદ કાપથી ખુબ વધી શકેઃ ડ્યુટીમાં કાપને લઇને દુવિધાભરી સ્થિતિમાં : ગયા વર્ષે દરરોજ કિંમત સુધારા કરવા માટેનો નિર્ણય કરાયો હતો

નવીદિલ્હી, તા. ૭ : પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટે કોઇ સંકેત આપ્યો નથી. સરકારનું કહેવું છે કે, રેવન્યુ કલેક્શનમાં કોઇપણ પ્રકારના ગાબડા પડે તેવા પગલા લેવાથી વધારે મુશ્કેલી થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર નક્કરપણે માને છે કે, વર્તમાન ખાતાકીય ખાદ ટાર્ગેટ કરતા ઉપર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરાશે તો વધારે મુશ્કેલી થઇ શકે છે. દિલ્હીમાં ફ્યુઅલની કિંમતો તમામ મેટ્રો કરતા સૌથી સસ્તી છે. વર્તમાનમાં પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં લેવીનો આંકડો ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટર છે જ્યારે ડીઝલ ઉપર લેવીનો આંકડો પ્રતિલીટર ૧૫.૩૩નો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વેટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે. તેલંગાણામાં વેટનો આંકડો ડીઝલ પર ૨૬ ટકાનો છે.

(7:30 pm IST)