Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વિદેશી દેવાની ચુકવણી માટે ૬૮૫૦૦ કરોડનો વધુ બોજ

ડોલર સામે રૂપિયો નબળો પડતા બોજ વધ્યો : રૂપિયો ૭૩ અને ક્રૂડની કિંમત બેરલદીઠ ૭૬ ડોલર રહેશે તો દેશનું ઓઇલ બિલ ૪૫૭૦૦ કરોડ સુધી વધી જશે

નવીદિલ્હી, તા. ૭ : ડોલર સામે રૂપિયામાં સતત ગગડી રહ્યો છે ત્યારે ભારતની તકલીફ પણ વધી રહી છે. ભારતને વિદેશી દેવાની ચુકવણી કરવા વધારે મુશ્કેલી નડી રહી છે. રૂપિયો નબળો પડ્યા બાદ વિદેશી દેવાની ચુકવણી કરવા ભારત પર વધારાના ૬૮૫૦૦ કરોડ રૂપિયાનો બોજ આવી ગયો છે. વિદેશી દેવાની રકમ સતત વધી રહી છે. આ વર્ષે ડોલર સામે રૂપિયામાં ૧૧ ટકાથી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે. દેશમાં આવી સ્થિતિમાં આગામી મહિનાઓમાં ટૂુંકાગાળાના દેવાની ચુકવણી કરતી વેળા ૬૮૫૦૦ કરોડ રૂપિયા વધારાના આપવા પડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ગુરુવારના દિવસે ડોલર સામે રૂપિયો ૭૨ સુધી નીચે પહોંચી ગયો હતો. ઉભરતા માર્કેટમાં વિકાસશીલ દેશોની કરન્સીમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. વર્તમાન ખાતાકીય ખાદ તીવ્ર ગતિએ વધી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, જો રૂપિયો આ વર્ષે ડોલર સામે ૭૩ સુધી પહોંચી જશે તો ક્રૂડ ઓઇલનું બિલ પણ વધી જશે. જો ક્રૂડ ઓઇલ ૨૦૧૮ના બાકીના મહિનાઓના ગાળામાં બેરલદીઠ ૭૬ ડોલરની સપાટી ઉપર રહેશે તો દેશનું તેલ આયાત બિલ ૪૫૭૦૦ કરોડ રૂપિયા સુધી વધી જશે.

એસબીઆઈના મુખ્ય આર્થિક સલાહકાર સોમૈયા કાંતિ ઘોષ દ્વારા આ અંગેની વાત કરવામાં આવી છે. ભારતમાં વિદેશી દેવી ચુકવવામાં વધુ તકલીફ પડી શકે છે. ડોલર સામે રૂપિયો સ્થિર કરવામાં આવે તે દિશામાં પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. આ વર્ષમાં બીજા  ગાળામાં રૂપિયો પ્રતિડોલર ૭૧.૧૪ સુધી રહ્યો છે. દેવાની ફેર ચુકવણીનો આંકડો ૭.૮ લાખ કરોડ સુધી રહી શકે છે જેના પરિણામ સ્વરુપે વધારાના ખર્ચનો આંકડો ૭૦૦૦૦ કરોડ સુધી રહેશે

(7:27 pm IST)