Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કૈલાશ માન સરોવરનું પાણી મંદ-શાંત છે, તે બધુ જ આપે છે અને કશુ ગુમાવતુ નથી, અહીં કોઇપણ પાણી પી શકે છે, અહીં કોઇ વેરભાવ નથી તેથી જ તો ભારતમાં પાણીની પુજા કરીઅે છીઅેઃ કૈલાશ માન સરોવરની યાત્રાઅે ગયેલ રાહુલ ગાંધીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અન્ય શ્રદ્ધાળુઓ સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ભાજપના ઘણા સમર્થકોએ રાહુલ ગાંધીની માનસરોવર યાત્રા પર સવાલ ઉઠાવ્યા હતા. એટલું નહિ સોશિયલ મીડિયા યૂઝર્સે રાહુલ દ્વારા શેર કરાયેલી તસવીરોને ગૂગલ પરથી લેવાયેલી તસવીરો ગણાવી હતી. પરંતુ હવે રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાની તસવીરો અને વીડિયો સામે આવ્યો છે.

રાહુલ ગાંધી ગત 31 ઓગસ્ટે નેપાળ માટે રવાના થયા હતા અને ત્યાંથી કૈલાશ માટે પ્રસ્થાન કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટર પર કૈલાશ પર્વતનો એક વીડિયો શેર કર્યો છે. સાથે લખ્યું છે કેશિવ બ્રહ્માંડ છે.’ બુધવારે પણ રાહુલે સોશિયલ મીડિયા પર માનસરોવરની કેટલીક તસવીરો શેર કરીને લખ્યું હતું કે, “માનસરોવરનું પાણી મંદ અને શાંત છે. તે બધું આપે છે અને કશું ગુમાવતું નથી. અહીં કોઈ પણ પાણી પી શકે છે. અહીં કોઈ દ્વેષ નથી. કારણે આપણે ભારતમાં પાણીની પૂજા કરીએ છીએ.”

જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીનું વિમાન ટેક્નિકલ ખામીના કારણે કેટલાક હજારો ફૂટ નીચે આવ્યું હતું. જે બાદ રાહુલે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત એક રેલીમાં ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમણે કૈલાશ માનસરોવરની યાત્રાનો સંકલ્પ લીધો છે.

(6:10 pm IST)