Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભારત દેશમાં તમામ પ્રકારની સાર્વજનિક પરિવહન સેવા માત્ર અેક સ્‍માર્ટ કાર્ડ દ્વારા શક્ય બનશેઃ કામગીરી અંતિમ તબક્કામાંઃ નીતિ આયોગના મુખ્‍ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતની જાહેરાત

નવી દિલ્હીઃ દેશમાં જલદી તમામ પ્રકારના સાર્વજનિક પરિવહન સેવાનો ઉપયોગ એક સ્માર્ટકાર્ડ દ્વારા શક્ય બનશે, કારણ કે વન-નેશન-વન-કાર્ડનું અંતિમ પરીક્ષણ આગામી કેટલાક મહિનામાં પૂર્ણ થઈ જશે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે ગુરુવારે વાત કહેવામાં આવી. તેમણે કહ્યું કે તમામ હિતધારકોના કન્શલટેશન પછી વન નેશન વન કાર્ડ નીતિનું ઘણું કામ પૂર્ણ થઈ ગયું છે.

કાંતે મીડિયાને સંબોધિત કરતા કહ્યું, ‘બેંક એન્ડ ટેક્નોલોજીનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે અને સંભવતઃ આગામી ત્રણ-ચાર મહિનામાં અમે તેનું અંતિમ પરીક્ષણ કરવાની સ્થિતિમાં હોઈશું અને પરીક્ષણ રેલવે, મેટ્રો અને બસોમાં કરી શકે.’

તેમણે કહ્યું કે તેની પાછળનો વિચાર છે કે સ્માર્ટ કાર્ડથી મુંબઈ યાત્રા કરનારી વ્યક્તિ ઉત્તર પ્રદેશના છેવાડાના વિસ્તારમાં પણ તે કાર્ડનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે, કાર્ડ ડેબિટ કે ક્રેડિડ કાર્ડના સ્વરુપમાં કામ કરશે.

કાંતે કહ્યું, “ કામ સાથે ઘણી એજન્સીઓ જોડાયેલી છે, જેમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ કમ્પ્યુટરિંગ, બેંક અને શહેરી વિકાસ મંત્રાલયનો સમાવેશ થાય છે. પહેલા મોટી સંખ્યામાં પ્રોદ્યોગિકીના કામનો સમાવેશ થાય છે. અમે ઘણી બેઠકો કરી છે અને તમામ મંત્રાલયો અહીં જોડાયેલા છે.”

(6:08 pm IST)