Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બાળકોને ચોકલેટ આપી પાછી લેવીએ યોગ્ય નથી

SC/ST/ ACT પર સુમિત્રા મહાજનનું નિવેદન મનોવૈજ્ઞાનિક દષ્યંતના માધ્યમથી પોતાની વાત રાખી

નવીદિલ્હી, તા.૭: અનુસૂચિત જાતી-જનજાતી (અત્યાચાર નિરોધક) અધિનિયમમાં સંશોધનો પર લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ટીપ્પણી કરી છે. અનારક્ષિત સમુદાયના આક્રોશ વચ્ચે મહાજને ગુરૂવારે કહ્યું કે, આ કાયદાના ફેરફારને લઈ રાજનીતિ ન થઈ શકે અને તમામ રાજકીય દળોએ આ વિષયમાં મળીને વિચાર-વિમર્શ કરવો જોઈએ.

લોકસભા અધ્યક્ષે આ કાયદામાં સંશોધનની વાત કરતા કહ્યું કે, તમામ રાજકીય દળોએ આ વિષયમાં મળીને વિચાર-વિમર્શ કરવો જોઈએ. આ મુદ્દા પર રાજનીતિ ન કરી શકાય, કારણ કે કાયદાનું મૂળ સ્વરૂપ ટકાવી રાખવા માટે સંસદમાં તમામ પાર્ટીઓએ મતદાન કર્યું હતું.

તેમણે કહ્યું કે, કાયદો તો સંસદ બનાવે છે. પરંતુ તમામ સાંસદોએ મળીને આ વિષયમાં વિચારવું પડશે. આ વિચાર-વિમર્સ માટે સારૂ વાતાવરણ બનાવવું સમાજના તમામ લોકોની જવાબદારી છે.લોકસભા અધ્યક્ષે કહ્યું કે, તે એક નાની મનોવૈજ્ઞાનિક કહાનીના માધ્યમથી પોતાની વાત સમજાવવા માંગશે.

તેમણે કહ્યું કે, માની લો કે, મારા દીકરાના હાથમાં એક મોટી ચોકલેટ આપી દીધી છે અને મને બાદમાં ખબર પડી કે એક વખતમાં આટલી મોટી ચોકલેટ તેને ખાવા દેવી તેના માટે સારી નથી. હવે તમે બાળકના હાથમાંથી ચોકલેટ જબર-દસ્તી લેવા માંગો છો તો, તમે ના લઈ શકો. આવું કરવાથી તે ગુસ્સે થશે અને રોશે. પરંતુ બે-ત્રણ વખત સમજાવવાથી તે ચોકલેટ પાછી આપી શકે છે.

લોકસભા અધ્યક્ષે કહ્યું કે, કોઈ વ્યકિતને આપેલી ચીજ-વસ્તુ જો કોઈ તુરંત છીનવી લે, વિસ્ફોટ થઈ શકે છે. તેમણે આ સંબંધી કાયદામાં ફેરફાર માટે વિચાર-વિમર્શ કરવાની જરૂરત પર જોર આપતા કહ્યું કે, આ સામાજિક સ્થિતિ સારી નથી, કે પહેલા એક તબક્કા પર અન્યાય કરવામાં આવ્યો હતો, તો આની બરાબરી કરવા માટે અન્ય તબક્કા પર પણ અન્યાય કરવામાં આવે.

લોકસભા અધ્યક્ષે કહ્યું કે, આપણે અન્યાયના મામલામાં બરાબરી ન કરવી જોઈએ. આપણે બધાને ન્યાય આપવાનો છે. એન ન્યાય લોકોને સમજાવીને જ આપી શકાય છે. બધાના મનમાં આ ભાવ પણ આવવો જોઈએ કે નાની જાતીઓ પર અત્યાચાર નહી કરવામાં આવે.

(4:32 pm IST)