Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

SC/ST એકટમાં બદલાવની સમીક્ષા કરશે સુપ્રીમ : કેન્દ્રને નોટીસ ફટકારી

છ અઠવાડિયા પછી સુનાવણી : સરકારે સુધારેલા કાનૂનના અમલ ઉપર સ્ટે આપવા ઇન્કાર

નવી દિલ્હી તા. ૭ : એસસી - એસટી કાયદા પર મચેલા હોબાળા વચ્ચે સુપ્રીમ કોર્ટ આ સંશોધિત કાયદાની સમીક્ષા કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીને ૬ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કાયદા પર રોક લગાવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, સુનાવણી વગર રોક લગાવીએ યોગ્ય કહેવાય નહીં. વકીલ પૃથ્વીરાજ ચૌહાણ અને પ્રીયા શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ૨૦ માર્ચના આદેશને લાગુ કરવામાં આવશે. એસસી - એસટી સંશોધનના માધ્યમથી જોડવામાં આવેલા નવા કાયદામાં ૨૦૧૮માં નવી જોગવાઇ 18Aના લાગુ થવાની ફરી દલિતોને હેરાન - પરેશાન કરવાના મામલે તાત્કાલિક ધોરણે ધરપકડ થશે અને આગોતરા જામીન પણ મળી શકશે નહિ. અરજીમાં નવા કાયદાને અસંવૈધાનિક ઘોષિત કરવાની માંગ કરી છે. એસસી - એસટી સંશોધન કાયદો ૨૦૧૮ને લોકસભા અને રાજ્યસભાએ પાસ કરી દીધો હતો અને તેને નોટિફાઇ કરી દેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગઇ ૨૦ માર્ચે આપેલા નિર્ણયમાં એસસી - એસટી કાયદાના દુરૂપયોગ પર ચિંતા વ્યકત કરીને દિશા - નિર્દેશ જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એસસી - એસટી અત્યાચાર નિરોધક કાયદામાં ફરીયાદ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે કેસ નોંધાશે નહિ. ડીએસપી પહેલા ફરિયાદની પ્રારંભિક તપાસ કરીને જાણકારી મેળવશે કે આ કેસ ખોટો અથવા દુર્ભાવનાથી પ્રેરિત તો નથી. આ ઉપરાંત આ કાયદામાં એફઆઇઆર નોંધાયા બાદ અભિયુકતને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી શકાશે નહિ.

સ્પષ્ટ છે કે, હવે સુપ્રીમ કોર્ટના આદેશથી બિલકુલ ઉંધુ હશે. આ કાયદામાં ફરિયાદ મળવાની સાથે જ એફઆઇઆર નોંધાશે. અભિયુકતની ધરપકડ થશે અને અભિયુકતને આગોતરા જામીન મળશે નહિ એટલે કે જવું પડશે. જો કે નિર્ણય વિરૂધ્ધ કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં રહેલો છે.

સરકારી અધિકારીની ધરપકડ પહેલા સક્ષમ અધિકારી અને સામાન્ય વ્યકિતની ધરપકડ પહેલા એસએસપીની મંજુરી લેવામાં આવશે નહિ. એટલું જ નહિ કોર્ટે અભિયુકતની આગોતરા જામીનનો માર્ગ પણ મોકળો કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દેશવ્યાપી વિરોધ થયો હતો. (૨૧.૨૩)

(3:55 pm IST)