Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સુરક્ષા દળોના ટાર્ગેટ ઉપર ૨૦ ટોચના નકસલી કમાન્ડર ઠાર કરાશે

ઓપરેશન પ્રહાર-૩ હવે ગમે ત્યારે શરૂ

નવી દિલ્હી તા. ૭ : આગામી દિવસોમાં નકસલીઓની મુશ્કેલી વધશે. આપને જણાવી દઈએ કે, દેશની સુરક્ષા એજન્સીઓ મોસ્ટ વોન્ટેડ નકસલી કમાંડરોની યાદી તૈયાર કર્યા બાદ તેમના ઉપર જલદી મોટું ઓપરેશન શરુ કરવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ ઓપરેશન પ્રહાર-૩ અંતર્ગત એવા મોટા નકસલવાદીઓને ટાર્ગેટ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેઓ નિર્દોષ યુવાનોને નકસલી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે. સુરક્ષા દળો દ્વારા ટોચના ૨૦ કમાંડરોની યાદી તૈયાર કરવામાં આવી છે.

આ યાદીમાં મુપ્પલા લકમના રાવને સુરક્ષા દળોએ યાદીમાં સૌથી મોખરે રાખ્યો છે. આ નકસલી કમાંડર અત્યારે છત્તીસગઢના માડ વિસ્તારમાં છુપાઈને તેની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે.

બીજી તરફ પ્રશાંત બોઝ નામનો નકસલી ઝારખંડ પાસેના સારાંડાના જંગલોમાંથી તેની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. સુરક્ષા દળોના જણાવ્યા મુજબ આ નકસલીઓ ટૂંક સમયમાં જ શરણાગતિ સ્વીકારશે અથવા ઓપરેશન પ્રહાર અંતર્ગત તેમને ઠાર કરવામાં આવશે.

(3:42 pm IST)