Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જનધન યોજના ચાલુ રહેશેઃ વય મર્યાદા-અકસ્માત વિમાની રકમ કરાઈ બમણી

કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય : ઓવર ડ્રાફટ માટે ખાતાધારકની વય મર્યાદા : ૧૮ થી ૬૫ વર્ષ રહેશેઃ અગાઉ ૬૦ હતી

નવી દિલ્હી, તા. ૭ :. કેન્દ્ર સરકારે ગુરૂવારે કહ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવાની મંજુરી અપાઈ ગઈ છે. સાથે જ તેમા અકસ્માત વિમાની રકમ બમણી અને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે. આ બાબતનો નિર્ણય બુધવારે પ્રધાન મંડળની બેઠકમાં લેવાયો હતો.

સરકારી પ્રવકતાએ બુધવારે કહ્યું કે અટલ પેન્શન યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂવારે આની સ્પષ્ટતા કરતા સરકારે કહ્યું કે ખરેખર તો આ ફેરફારો પ્રધાનમંત્રી જનધન યોજનામાં કરાયા છે.

જનધન યોજનામાં ફેરફાર પછી હવે ઓવરડ્રાફટ માટે ખાતાધારકની વય મર્યાદા ૧૮ થી ૬૫ વર્ષ રહેશે. પહેલા વધુમાં વધુ વય મર્યાદા ૬૦ વર્ષ હતી. પહેલા ઓવર ડ્રાફટની મર્યાદા ૫૦૦૦ રૂપિયા હતી જે વધારીને ૧૦,૦૦૦ કરી દેવાય છે. સાથે જ ૨૦૦૦ રૂપિયાના ઓવર ડ્રાફટ માટે કોઈ નિયમ નહીં હોય.

(3:41 pm IST)