Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાષ્ટ્રીય સ્તરે

વિપક્ષી મહાગઠબંધન માનો છો એવું સહેલુ નથીઃ સિબ્બલ

કોંગ્રેસ પોતાની શરતો લાદી ન શકે

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સીબ્બલે ગુરૂવારે કહયું કે રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનનો પ્રયાસ સહેલો નથી. તેમણે ર૦૧૯ લોકસભા ચુંટણીમાં ભાજપાને હરાવવા માટે વિપક્ષો વચ્ચે એકતાનું આહવાન કર્યુ હતું.

પોતાના પુસ્તક શેડસ ઓફ ટ્રુથના વિમોચન પહેલા એક ઇન્ટરવ્યુંમાં સિબ્બલે કહયું કે બધા પક્ષોનું સાથે રહેવું જ યોગ્ય રહેશે. પણ અત્યારની પરિસ્થિતિમાં લોકસભામાં ઓછી સીટો ધરાવનાર કોંગ્રેસ પોતાની શરતો ન રાખી શકે. એટલે તેણે કેન્દ્ર બીન ભાજપા સરકાર બનાવવા માટે રાજયોમાં ગઠબંધન કરવા પડશે. રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન બનાવવું સહેલું નથી.

(3:40 pm IST)