Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બ્રાઝીલમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર હુમલો : માંડ બચ્યા

નવી દિલ્હી : એક અહેવાલ મુજબ બ્રાઝીલમાં આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર શરૂ થઈ ગયો છે.  એવામાં આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સૌથી આગળ ગણતા ઉમેદવાર ઝઈર બોલસોનારો પર ચાકુથી હુમલો થયો હતો. આ હુમલામાં જમણેરી વિચારધારા ધરાવતા ઝઈર માંડ માંડ બચ્યા હતા. તેમને હળવી ઈજા થઈ હતી. આ હુમલાની જાણકારી તેમના પુત્રએ આપી હતી.

(3:35 pm IST)