Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પશ્ચિમ બંગાળમાં નદી ઉપર બનાવેલા પુલો તૂટવાની પરંપરા ચાલુ : 3 દિવસ પહેલા કોલકત્તાનો પુલ તૂટ્યા બાદ આજે સિલીગુડીની નદી ઉપર બનાવેલો પુલ ધરાશાયી

કોલકત્તા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં 3 દિવસ પહેલા  પુલ પડવાની ઘટના બાદ આજે સવારે એટલે કે શુક્રવારે સવારે સિલિગુડીમાં પણ નદી પર બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઈ ગયો હતો. . આ પુલ રખલગંજ અને માનગંજને જોડતો હતો. જે દરમિયાન પુલ પડ્યો, તે સમયે તેનાં પર વાહનોની અવર-જવર ચાલુ હતી. નદી પર બનાવવામાં આવેલો આ પુલ પડવાને કારણે એક ગાડી ત્યાં ફસાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે હજુ 3 દિવસ પહેલા કોલકાતામાં ડાયમંડ હાર્બર રોડ પર બનાવવામાં આવેલો આશરે 50 વર્ષ જૂનો માઝેરહાટ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 3 લોકોનાં મોત થયા હતાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. 2013 બાદ પુલ તૂટી પડવાની આ ત્રીજી ઘટના છે.

(1:18 pm IST)