Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી ૮૦૦ વર્ષ જૂની ર મૂર્તિઓ પરત કરીઃ કરોડોની કિમત

ન્યુયોર્ક તા. ૭ :.. ભારતમાંથી ચોરાયેલ હજારો ડોલરની બે પ્રાચીન મૂર્તિઓને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. આ મૂર્તિઓ અમેરિકાના સંગ્રહાલયમાં રાખવામાં આવી હતી.

આ બે મૂર્તિઓમાંથી એક મૂર્તિ લિંગોધભવમૂર્તિ છે. આ મૂર્તિ ૧ર મી સદીની છે અને ગ્રેનાઇટથી બનેલી છે. ભગવાન શિવની આ મૂર્તિ ચોલા સમયકાળની છે.

હાલમાં આ મૂર્તિની કિંમત ર,રપ,૦૦૦ લાખ ડોલર આંકવામાં આવી છે. તમિલનાડુ માંથી મૂર્તિની ચોરી કરવામાં આવી હતી. આ મૂર્તિને અલાબામામાં બર્મિનગહામ મ્યુઝીયમમાં રાખવામાં આવી હતી.

બીજી મૂર્તિ બોધિત્સવ મંજૂશ્રીની છે. તલવાર પકડીને ઉભેલા મંજુશ્રીને સોના રંગથી રંગવામાં આવ્યા છે. આ મૂર્તિ ૧૯૮૦ ના દાયકાના અંતમાં બિહારના બોધ ગયા મંદિરની પાસે આવેલા એક મંદિરમાંથી ચોરવામાં આવી હતી. (પ-૧૧)

(12:04 pm IST)
  • પેટ્રોલિયમ પ્રદાર્થોના ભાવ વધારાના સામે વામપંથીઓ સોમવારે કરશે વિરોધ પ્રદર્શન :વામપંથી પક્ષે કહ્યું કે ઇંધણની કિંમતે કરોડો લોકોને પ્રભાવિત કર્યા છે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન કરશે ; સીપીએમ દ્વારા આરોપ લગાવાયો કે મોદી સરકારે લોકોને ભયંકર આર્થિક નુકશાન પહોચાડ્યું છે access_time 1:01 am IST

  • ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે ૧૮થી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે શિખર સંમેલન access_time 3:32 pm IST

  • હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 14 મો દિવસ :શ્વાસ લેવામાં તકલીફ અને કિડનીને નુકશાન થયું હોવાની હાર્દિકની ફરિયાદ વચ્ચે સોલા સિવિલ હોસ્પિટલના તબીબોનું મંતવ્ય : આગામી 24 કલાકમાં સ્થિતિ સામાન્ય થઇ જશે access_time 8:40 pm IST