Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભારત હવે સજાતીય સંબંધોને માન્યતા આપતા ૨૫ દેશોમાં સામેલ : નવો ઇતિહાસ

અમેરિકાએ ૨૦૧૫માં જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૭માં સમલૈંગિકતાને કાયદેસર માન્યતા આપી હતી

નવી દિલ્હી તા. ૭ : સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધોને માન્યતા આપી દીધી છે. જે સાથે જ ભારત હવે વિશ્વના એ ૨૫ દેશોમાં સામેલ થઇ ગયો છે કે જયાં સમલૈંગિકતા અપરાધ નથી. આ ૨૫ દેશોમાં અમેરિકા, બ્રિટન, અજર્િેન્ટના, ગ્રીનલેંડ, દક્ષિણ આફ્રિકા, આઇસલેન્ડ, સ્પેઇન, બેલ્જિયમ, આયર્લેન્ડ, બ્રાઝિલ, સ્વીડન, કેનેડાનો સમાવેશ થાય છે. આ દેશમાં જોકે વર્ષોથી આ અધિકાર આપવામાં આવ્યો હોય તેવુ નથી. સૌથી વિકસીત દેશોમાં સામેલ અને વિશ્વની મહાસત્તા અમેરિકામાં સજાતીય કે ગે સંબંધોને ૨૦૧૫માં જ માન્યતા આપવામાં આવી છે. જયારે ઓસ્ટ્રેલિયામાં પણ ગયા વર્ષે જ આ અધિકાર આપવામાં આવ્યો હતો.ઙ્ગ

કેનેડામાં પણ સમલૈંગિક સંબંધોને ૨૦૦૫માં માન્યતા આપવામાં આવી હતી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ પણ સમલૈંગિક સમુદાયને તેમના અધિકારો આપવાના સુપ્રીમના ચુકાદાને બિરદાવ્યો હતો. આ ચુકાદાને અન્ય દેશોમાં રહેતા મુળ ભારતીયોએ પણ આવકાર્યો હતો. જાણીતા અભિનેતા કરણ જોહરે જણાવ્યું હતું કે આ ચુકાદો ઐતિહાસિક છે હું બહુ જ ગૌરવનો અહેસાસ કરુ છું. સમાનતા અને માનવતા માટે આ એક મહત્વપૂર્ણ ચુકાદો છે. વિશ્વભરમાં એલજીબીટી કોમ્યુનિટી દ્વારા અનેક રેલીઓ અને પ્રદર્શનો ચાલી રહ્યા છે, પોતાના આ અધિકારો માટે તેઓ લડી રહ્યા છે અને ભારતની સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદો તેમના માટે પણ એક આશા સમાન માનવામાં આવી રહ્યો છે.ઙ્ગ(૨૧.૫)

(12:02 pm IST)