Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મીહીર ભાનુસાળીને રેડ કોર્નર નોટિસ

નિરવ મોદીના અંગત સાથે ઇન્ટરપોલના ભરડામાં: બે અબજના ગોટાળા

નવી દિલ્હી તા. ૭ :.. એક નવા સમાચાર બહાર આવ્યા છે જેમાં દુનિયાની સૌથી મોટી એજન્સી ઇન્ટરપોલે નીરવ મોદીના અંગત સાથી ને નોટીસ બહાર પાડી છે. પી. એન. બી. ફ્રોડ સાથે જોડાયેલ મામલામાં ઇન્ટરપોલે મિહિર ભણસાળીને રેડ કોર્નર નોટીસ મોકલી છે.

પીએનબી સાથે સૌથી મોટી છેતરપીંડી કરનાર નિરવ મોદીનું નામ ફરીથી એક વાર ચર્ચામાં આવ્યું છે. પણ આ વખતે તેનું નામ ગોટાળાના કારણે નહીં પણ તેના જોડીદાર મીહીર ભણસાળીના કારણે છે.

તાજા રિપોર્ટ અનુસાર પીએનબીના ર અબજ ડોલરની છેતરપીંડીના કેસમાં નિરવ મોદીના નજીકના સાથી મિહીર ભણસાળીને ઇન્ટર પોલે રેડ કોર્નર નોટીસ બહાર  પાડી છે.

નોટીસમાં જણાવાયું છે કે ભણસાળી (૪૦) આ કેસમાં વોન્ટેડ છે., તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટની માગણી પર નીરવ મોદીની જવેલરી ફર્મ ફાયર સ્ટાર ઇન્ટરનેશલના સીઇઓ ભણસાળી વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ બહાર પડાઇ છે. આમ આ મામલો ફરીથી ચર્ચાના ચકડોળે ચડયો છે. (પ

 

(12:00 pm IST)