Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સમલૈંગિકોનો મુંબઇમાં ઉત્સવ ઇન્દ્રધનુષી ઝંડા ફરકાવીને જીત ઉજવી

નવી દિલ્હી તા.૭: સુપ્રિમ કોર્ટે ગુરૂવારે એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે સમલૈગિકતા ગુનો નથી. આ ચુકાદો દેશના સમલૈગિંક અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મોટી જીત ગણવામાં આવે છે. સુપ્રિમના ચુકાદા પછી સમલૈગિક લોકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. સુપ્રીમ દ્વારા સમલૈંગિકતાને કાયદેસર રીતે યોગ્ય ગણવા અને આઇપીસીની કલમ ૩૭૭ને નાબુદ કર્યા પછી તમીલનાડુ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં સમલૈંગિકોએ ઉત્સવ મનાવ્યો અને કોર્ટના ચુકાદાનું હાર્દિક સ્વાગત કર્યુ હતું.સુપ્રિમના ચુકાદા પછી મુંબઇમાં કેટલાક લોકોએ ઇન્દ્રધનુષી ઝંડો ફરકાવીને ઉત્સવ મનાવ્યો હતો. જણાવી દઇએકે ઇન્દ્રધનુષી ઝંડો એલજીબીટી સમુદાયનું પ્રતિક છે. મીડીયા અનુસાર, કોર્ટમાં ફેંસલો સંભળાવતા સમયે  ત્યાં હાજર કેટલાક લોકો ભાવુક બની ગયા અને કેટલાક ફેંસલો સાંભળીને રોવા લાગ્યા હતા.

ન્યુઝ એજસી એએનઆઇએ કોર્ટના ચુકાદા પછી સમલૈંગિકોના ચહેરાપર હાસ્ય દર્શાવતો વીડીયો પણ પ્રદર્શીત કર્યો હતો.(૮.૮)

(11:59 am IST)