Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજનું અનામત મળે તે માટે

આમરણાંત ઉપવાસના ૧૪મા દિવસે તબિયત વધુ બગડી

સવારે સોલાની સિવિલ મેડીકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું ચેકઅપ કર્યું : હોસ્પિટલમાં દાખલ થવા સુચના

અમદાવાદ તા. ૭ : હાર્દિક પટેલના આંદોલનને આજે ૧૪મો દિવસ છે. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોકટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપી હતી.

 

હાર્દિક પટેલ છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ આંદોલન પર છે, ત્યારે રાજયમાં રાજકારણમાં ફરીએક વખત ગરમાવો આવ્યો છે. ૨૪ કલાકના અલ્ટીમેટમ બાદ સરકાર તરફથી કોઇ નિવારણ ન આવતા હાર્દિક પટેલે જળત્યાગ કર્યો હતો. જળત્યાગ કરતાં હાર્દિક પટેલની તબિયત વધુ લથડી હતી.

અમદાવાદ સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોકટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપી હતી. ડોકટરોનું કહેવું છે કે જો હાર્દિક હાલ હોસ્પિટલમાં દાખલ નહીં થાય તો તેના શરીરના કેટલાક અંગો જેવા કે કિડની, લીવરને નુકશાન પહોંચી શકે છે. હાર્દિકે સતત પેટમાં દુખાવાની અને અશકિતની ફરિયાદ કરી છે.(૨૧.૧૦)

(11:53 am IST)