Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

દેશમાં મોબ લીચિંગની ઘટનાઓ અટકાવવા કાયદો કડક બનાવાશે : સોશ્યલ મીડિયા માટે ઉચ્ચ અધિકારીઓ પર જવાબદારીઓ નખાશે

ગૃહ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક યોજાઈ ;સમિતિના સૂચનો પર ચર્ચા

નવી દિલ્હી ;દેશમાં મોબ લીચિંગની ઘટનાઓ અટકાવવા કેન્દ્ર સરકાર ગંભીરતા પૂર્વક આગળ વધી રહી છે  આ ઘટનાઓ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. જેને લઈને નવો કાયદો બનાવવાની સંભાવના પર કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે

  દેશભરમાં મોબ લિંચિંગની વધતી ઘટનાઓ રોકવા અને તેના પર કાયદો બનાવવાને લઈને ગૃહ મંત્રાલયમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં  ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની એક બેઠક થઈ હતી. જેમાં સમિતિની મહત્વના સૂચનોમાં એક ભારતમાં સોશિયલ મીડિયા સાઈટના ઉચ્ચ અધિકારિઓ પર જવાબદારી નાંખવાનું છે.

 માની શકાય છે કે સમિતિએ સંસદીય અનુમોદન દ્વારા ભારતીય દંડ સંહિતા અને દંડ પ્રક્તિયા સંહિતામાં નવા પ્રાવધાન શામિલ કરવા કાયદાને કડક બનાવવા ભલામણ કરી છે..

(12:00 am IST)