Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લીધી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના સેટની મુલાકાત

તેમની સાથે બલ્ગેરિયાના પ્રેસિડેન્ટ રુમેન રાદેવ પણ સેટ ગયા હતા .

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે યુરોપિયન દેશોની યાત્રા પર છે.તેઓ બલ્ગેરિયાની રાજધાની સોફિયા પહોંચ્યા હતા.આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટની મુલાકાત લીધી હતી. તેમની સાથે બલ્ગેરિયાના પ્રેસિડેન્ટ રુમેન રાદેવ પણ હતા.

 બ્રહ્માસ્ત્રનું શુટિંગ બલ્ગેરિયાના સોફિયામાં ચાલી રહ્યું છે. આ કારણે બંને દેશોના રાષ્ટ્રપતિ ફિલ્મના સેટ પર પહોંચ્યા હતા. ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે થયેલી મુલાકાતની તસવીરો રાષ્ટ્રપતિ કોવિંદે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

(12:00 am IST)