Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બિહારના સાંસદ પપ્પુ યાદવ પર હુમલો :મોબાઈલ છીનવાયો

રેલીમાં સામેલ થવા જતા વેળાએ મુઝફ્ફરપુરના ખબડા નજીક તેમની ઉપર હુમલો થયો હતો

 

બિહારના દબંગની છાપ ધરાવતા નેતા પપ્પુ યાદવ હુમલાનો ભોગ બન્યા છે. તેઓ એક રેલીમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા.ત્યારે મુઝફ્ફરપુરના ખબડા નજીક તેમની ઉપર હુમલો થયો હતો. હુમલામાં પપ્પુ યાદવ ખરાબ રીતે ઘાયલ થયા છે.

  પપ્પુ યાદવનો જીવ બચાવવા માટે સુરક્ષાકર્મીઓને ખાસી કોશિશો કરવી પડી હતી. મારામારી દરમિયાન તેમનો મોબાઈલ પર છીનવી લેવામાં આવ્યો છે. લોકસભાના સાંસદ પપ્પુ યાદવ પર એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કરવામાં આવેલા સંશોધનનો વિરોધ કરી રહેલા બંધ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

    એવું કહેવામાં આવે છે કે હુમલાખોરોની સંખ્યા એકસોથી વધારે હતી. હુમલાની ઝપટમાં જન અધિકાર પાર્ટીના સાંસદ પપ્પુ યાદવનો સુરક્ષાકર્મી પણ આવી ગયો હતો. હુમલા બાદ દબંગની છાપ ધરાવતા સાંસદ પપ્પુ યાદવ રડયા હોવાની વાત પણ કહેવાઈ રહી છે.

(12:00 am IST)