Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભારત બંધની સાથે સાથે....

એમપીમાં ૩૫, રાજસ્થાનમાં ૧૦ જિલ્લામાં એલર્ટ

કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારાની સામે સવર્ણો દ્વારા આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યા બાદ કેટલાક ભાગોમાં હિંસક દેખાવ કરવામાં આવ્યા હતા. બિહારમાં ટ્રેનો રોકવામાં આવી હતી. ભારત બંધની સૌથી વધારે અસર બિહારમાં જોવા મળી હતી. ભારત બંધની સાથે સાથે નીચે મુજબ છે.

*    એસસી અને એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારા બાદ સવર્ણ સંગઠનોને ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો

*    સવર્ણ સંગઠનોના ભારત બંધ દરમિયાન ઘણા ભાગોમાં હિંસા થઈ

*    બંધને લઈને બિહારમાં સૌથી વધારે અસર જોવા મળી

*    અલગ અલગ જિલ્લાઓમાં પ્રદર્શન કરવામાં આવ્યા

*    મધ્યપ્રદેશમાં ડ્રોન મારફતે પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી

*    રાજસ્થાન, યુપી, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સહિત બીજા રાજ્યોમાં પણ બંધની અસર રહી

*    નેશનલ હાઈવે ૩૧ અને અન્ય રસ્તાઓ ઉપર ચક્કાજામની સ્થિતિ રહી

*    સીતામઢીમાં દરભંગા-રકસોલ ટ્રેનને રોકવામાં આવી

*    દરભંગામાં બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને રોકવામાં આવી

*    નાલંદામાં આગની ઘટનાથી થોડાક સમય માટે તંગદિલી ફેલાઈ

*    મધ્યપ્રદેશમાં સાવચેતીના પગલાંરૂપે સ્કુલ-કોલેજોને બંધ રાખવામાં આવી, ઉપરાંત પેટ્રોલ બંધ રાખવાનો પણ નિર્ણય કરાયો

*    સુરક્ષા દળોની ૩૪ કંપનીઓ અને પાંચ હજાર સુરક્ષા કર્મી તૈનાત કરાયા

*    મધ્યપ્રદેશમાં ૩૫ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામાં આવી

*    મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી

*    રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી

*    રાજસ્થાનના ૧૦ જિલ્લાઓમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી

*    ઉત્તરપ્રદેશમાં વારાણસી જિલ્લામાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા

(12:00 am IST)