Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અચંતા અને સાથિયાની જોડીએ સિલ્વર જીત્યો :ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે પરાજય

ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા મેડલ જીતવાથી ચૂકી ગઈ :મેન્સ ડબલ્સમાં ભારતનો હિસ્સો આવ્યો હતો

કોમન વેલ્થ ગેમ્સમાં ભારતને ટેબલ ટેનિસમાં વધુ એક મેડલ મળ્યો છે અને આ મેડલ અચંતા શરથ કમલ  અને જી સાથિયાને અપાવ્યો છે. આ બંનેએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં આ જોડીને ઇંગ્લેન્ડના પોલ ડ્રિકહોલ અને લિયામ પિચફોર્ડની જોડીએ હાર આપી હતી. ઈંગ્લેન્ડની જોડી પોતાનું ટાઈટલ બચાવવામાં સફળ રહી હતી.

(8:42 pm IST)