Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

કોમનવેલ્‍થ ગેમ્‍સની બોકસીંગની ફાઇનલમાં આર્મીમેન અમીત પંધાલ ફાઇનલમાં પ્રવેશ્‍યા

- ભારત માટેવધુ એક ગોલ્‍ડમેડલ મળવાની આશા

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સની બોકસીંગની ફાઇનલમાં ભારતનો ડંકો વાગ્‍યો છે.

વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીનની સાથે યુવા બોક્સર નીતુ ઘંઘાલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલીસ્ટ આર્મીમેન અમીત પંઘાલે પોતપોતાની સેમિ ફાઈનલ જીતીને બર્મિંગહામ ગેમ્સ બોક્સિંગની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેઓ ગોલ્ડ મેડલથી એક જ જીત દૂર છે. ભારતની મહિલા બોક્સર જાસ્મીન લામ્બોરિયાને ૬૦ કિગ્રા વજન વર્ગની સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો.

નીખત ઝરીને મહિલાઓની ૫૦ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટની સેમિ ફાઈનલમાં એક તરફી મુકાબલામાં ૫-૦થી ઈંગ્લેન્ડની સવાન્નાહ એલ્ફિયા સ્ટુબલેને હરાવી હતી. જ્યારે મેરી કોમના સ્થાને તેની ૪૮ કિગ્રાની વેઈટ કેટેગરીમાં રમી રહેલી નીતુ ઘંઘાલે કેનેડાની પ્રિયંકા ધિલ્લોનને એક તરફી મુકાબલામાં હરાવી હતી. નીતુના પાવરફૂલ પંચને કારણે પ્રિયંકા ઘવાઈ હતી અને રેફરીએ ફાઈટ અટકાવતા ભારતીય બોક્સરને વિજેતા જાહેર કરી હતી.

અમીત પંઘાલે મેન્સ ૫૧ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ૫-૦થી ઝામ્બિયાના પેટ્રિક ચિન્યેમ્બાને મહાત કરતાં ગોલ્ડ મેડલ બાઉટ માટે ક્વોલિફાય કર્યું હતુ

(4:16 pm IST)