Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

જાપાન, અમેરિકા અને દક્ષિણ કોરિયામાં કોરોનાનો ફૂંફાડો યથાવત

છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વના અનેક દેશોમાં કોરોના હજુ પણ હાહાકાર સર્જી રહ્યો છે. જાપાનમાં ૨.૩૬ લાખ નવા કોરોના કેસો, અમેરિકામાં ૧.૪૬ લાખ નવા કેસો જ્યારે દક્ષિણ કોરિયામાં એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં ભારતમાં ૧૮૭૩૮ કેસ, ૩૨ મૃત્યુ અને ૧૮૫૫૮ સાજા પણ થયા છે. વિશ્વના અન્ય રાષ્ટ્રોમાં જોઈએ તો સાઉદી અરેબિયામાં ૧૨૭, ચીનમાં ૭૩૬, દુબઈ / યુએઈમાં ૯૯૪, હોંગકોંગ ૪૬૦૨, બ્રાઝિલ ૧૬૭૦૩, તાઈવાન ૧૯૯૬૫, રશિયા ૧૯૯૭૪,   ૨૮૪૭૯, ફ્રાંસ ૨૮૫૧૮ અને ઈટલી ૩૪૯૯૭ થી વધુ નવા કોરોના કેસ  નોંધાયા છે. (ન્યૂઝફર્સ્ટ )

(3:16 pm IST)