Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

બાંગ્‍લાદેશમાં મોંઘવારીથી ત્રસ્‍ત જનતાને સરકાર તો વધુ એક મોટો ઝટકોઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ૧.૭ ટકાનો ભાવ

મોંઘવારીનો સામનો કરતી જનતા ઉપર બેવડો માર

ઢાંકાઃ બાંગ્લાદેશમાં લોકોને મોટો ઝટકો સરકારે આપ્‍યો છે અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ૧.૭ ટકાનો વધારો કરાયો છે.

બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત જનતાને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાછલી રાત્રે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 51.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફ્યૂલના ભાવમાં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે. પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે. 

રાત્રે 12.00 કલાકથી લાગૂ થયેલી નવી કિંમતો અનુસાર એક લીટર ઓક્ટેનની કિંમત હવે 135 ટકા થઈ ગઈ છે, જે 89 ટકાના પાછલા ભાવથી 51.7 ટકા વધુ છે. બાંગ્લાદેશમાં હવે એક લીટર પેટ્રોલની કિંમત હવે 130 ટકા છે, એટલે કે તેમાં 44 ટકા જેટલો વધારો કરાયો છે. 

વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રાલયે ફ્લૂલની કિંમતોમાં વધારાને લઈને નિવેદન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં વૃદ્ધિને કારણે આ નિર્ણય થયો છે. ઓછા ભાવ પર ઈંધણ વેચવાને કારણે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનને ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે  8,014.51 ટકાનું નુકસાન થયું છે. મંત્રાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફ્યૂલની કિંમત વધવાથી ભારત સહિત ઘણા દેશ પહેલા આ નિર્ણય લઈ ચુક્યા છે. 

બાંગ્લાદેશે પોતાના વિદેશી મુદ્રા ભંડારને વધારવાના પ્રયાસો વચ્ચે વિશ્વ બેન્ક અને એશિયન વિકાસ બેન્ક પાસે 2 અબજ ડોલરની માંગ કરી રહ્યું છે. બાંગ્લાદેશની 416 અબજ ડોલરની અર્થવ્યવસ્થા વર્ષોથી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા રહી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વધતી ઉર્જા અને ખાદ્ય કિંમતોએ તેના આયાત બિલ અને ચાલૂ ખાતાની ખોટને વધારી દીધી છે. 

રિપોર્ટમાં તેની સાથે જોડાયેલા લોકોનો હવાલો આપતા કહ્યું કે સરકારે એડીબી અને વિશ્વ બેન્કને પત્ર લખી 1 અબજ ડોલરની માંગ કરી છે. તો પાછલા સપ્તાહે IMF એ કહ્યું કે તે બાંગ્લાદેશની લોન માંગવાની વિનંતીને લઈને ચર્ચા કરશે. બાંગ્લાદેશી મીડિયાએ કેટલાક દિવસ પહેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે 4.5 અબજ ડોલર ઈચ્છે છે, જેમાં બજેટીય અને ચુકવણી સંતુલન સહાયતા સામેલ છે. નોંધનીય છે કે બાંગ્લાદેશનો કપડા ઉદ્યોગ ચીન બાદ દુનિયાનો નંબર-2 નિકાસકાર છે. ફેસન બ્રાન્ડ ટોમી હિલફિગર કંપની પીવીએચ કોર્પ અને ઈન્ડિટેક્સ એસએની ઝારાના આપૂર્તિકર્તા પલ્મી ફેશન લિમિટેડે જુલાઈમાં મળેલા ઓર્ડર પાછલા વર્ષની તુલનામાં 20 ટકા ઓછા છે.

 

(1:17 pm IST)