Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

આજે રાષ્‍ટ્રપતિ ભવનમાં સાંસ્‍કૃતિ કેન્‍દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની ૭ મી મહત્‍વપૂર્ણ બેઠક નરેન્‍દ્રભાઇ મોદીની અધ્‍યક્ષતામાં મળશે

તેલંગાણાના મુખ્‍યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો બેઠકનો બહિષ્‍કાર

નવી દિલ્‍હીઃ આજે નરેન્‍દ્રભાઇ મોદીની અધ્‍યક્ષતામાં નીતિન આયોગની બેઠક યોજાઇ છે. આ બેઠકનો તેલંગણાના મુખ્‍યમંત્રી એ બહિષ્‍કાર કર્યો છે.

આજે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની સાતમી મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના અમલીકરણની સાથે સાથે તેલીબિયાં અને કઠોળની બાબતમાં દેશને આત્મનિર્ભર બનાવવા અને શહેરી વહીવટના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તો વળી તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) રવિવારે યોજાનારી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો બહિષ્કાર કરશે.

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) રવિવારે યોજાનારી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો બહિષ્કાર કરશે. તેમણે રાજ્યો પ્રત્યે કેન્દ્રના ભેદભાવપૂર્ણ વલણ સામે આ પગલું ભર્યું છે. આ સંદર્ભમાં કેસીઆરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું કે, હું વિરોધ રૂપે દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો ભાગ બનીશ નહીં.

કેસીઆરએ કહ્યું કે, રાજ્યો સાથે કેન્દ્રના ભેદભાવ અને તેમની સાથે સમાન ભાગીદારો તરીકે વર્તન ન કરવા સામે વિરોધ કરવા નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનું કોઈ ઔચિત્ય નથી. આ તરફ નીતિ આયોગે કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રીનો નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. નીતિ આયોગની ટીમ હૈદરાબાદમાં કેસીઆરને મળી હતી અને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

(1:09 pm IST)