Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમારા કુસ્‍તીબાજોએ શાનદાર ફોર્મ બતાવ્‍યું: નરેન્‍દ્રભાઇએ વીરલાઓને શુભેચ્‍છા પાઠવી

મોહિત ગ્રેવાલની એકાગ્રતા ઉત્તમ હતી, દેશને બ્રોન્‍ઝ મેડલ અપાવ્‍યો

નવી દિલ્‍હીઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કોમનવેલ્‍થમાં બ્રોન્‍ઝ મેડલ જીતવા બદલ કુસ્‍તીબાજ મોહિત ગ્રેવાલને અભિનંદન આપ્‍યા અને કહ્યું કે ભારતીય કુસ્‍તીબાજોએ આ સ્‍પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.

શ્રીમોદીએ ટ્‍વિટ કરીને કહ્યું કે અમારા કુસ્‍તીબાજોએ શાનદાર ફોર્મ બતાવ્‍યુ છે. મોહિત ગ્રેવાલનું નામ મેડલ વિજેતામાં લખવામાં આવ્‍યું છે. તેની એકાગ્રતા ઉત્તમ હતી અને તેણે દેશને બ્રોન્‍ઝ મેડલ અપાવ્‍યો. તેમને અભિનંદન. આશા છે કે તે આવનારા સમયમાં સફળતાની નવી ઊંચાઇઓ હાંસલ કરશે.

(12:00 am IST)