Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સામાન્ય વધારા સાથે સેન્સેક્સ ૩૮,૦૦૦ની સપાટી ઉપર

ફાર્મા, આઈટી, રિયલ્ટી અને મીડિયાના શેર તૂટ્યા : ચાંદીએ તમામ રેકોર્ડ તોડતા ૭૬ હજાર સુધી ભાવ પહોંચ્યો, સોનું પણ સાત વર્ષની સર્વોચ્ચ સપાટી ઉપર

મુંબઈ, તા. ૭ : શેરબજાર વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે સપ્તાહના અંતિમ કારોબાર દિવસ શુક્રવારે નજીવા સ્તરે બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૦૪ ટકાના નજીવા ઉછાળો સાથે ૧૫.૧૨ પોઇન્ટ વધીને ૩૮૦૪૦.૫૭ ની સપાટીએ બંધ રહ્યો છે. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૧૨ ટકા ઉપર ૧૩.૯૦ પોઇન્ટના વધારા સાથે ૧૧૨૧૪.૦૫ પર બંધ થયો. દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, યુપીએલ, બજાજ ફિનસવર, ઇન્ડસઇન્ડ બેક્ન, બીપીસીએલ, બ્રિટાનિયા, ગેઇલ, ટાટા મોટર્સ અને મારુતિના શેર લીલા નિશાન પર બંધ થયા છે. એચસીએલ ટેક, ટાઇટન, ઇન્ફોસીસ, એમ એન્ડ એમ, સન ફાર્મા, આઇઓસી, એલએન્ડટી, વિપ્રો, અલ્ટ્રેટેક સિમેન્ટ અને ટીસીએસના શેર લાલ નિશાન પર બંધ થયા છે. સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાર્મા, આઈટી, રિયલ્ટી અને મીડિયા લાલ નિશાન પર બંધ થયા છે.

         પીએસયુ બેંક, એફએમસીજી, મેટલ, પ્રાઈવેટ બેંક, ફાઇનાન્સ સર્વિસ, ઓટો અને બેંક લીલા નિશાન પર બંધ થયા છે. આજે શેરબજાર ઘટાડા સાથે શરૂ થયું હતું. સેન્સેક્સ ૧૫૫.૫૯ અંક એટલે કે ૦.૪૧ ટકા તૂટીને ૩૭૮૬૯.૮૬ પર હતો. તો નિફ્ટી ૦.૪૨ ટકા એટલે કે ૪૭.૩૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧૧૫૨.૮૦ પર ખુલ્યો હતો. દરમિયાનમાં કોરોના મહામારીને કારણે સોનાં-ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીએ તમામ રેકોર્ડ તોડતાં તેની કિંમત ૭૬ હજાર સુધી પહોંચી ગઈ છે, તો સોનું પણ ૭ વર્ષોની સર્વોચ્ય સપારી પર પહોંચી ગયું છે. ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો સોનું બે હજાર ડોલરની પાર ૨૦૫૮ ડોલર પ્રતિ આઉન્સ પર પહોંચી ગયું છે. જે સાત વર્ષનું ઉચ્ચતમ સ્તર છે. ૩૧ જુલાઈએ ગોલ્ડ ૧૯૭૩ ડોલર પ્રતિ આઉન્સ પર બંધ થયું હતું. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી તે ૨૦૭૨ ડોલર સુધીની ઉચ્ચતમ સપાટી પર પહોંચી ગયું છે. સિલ્વરની વાત કરીએ તો તે ગુરુવારે ૨૮.૪૦ ડોલર પ્રતિ ટ્રોય આઉન્સ પર બંધ થયું હતું.

MCX પર સવારે ૧૦.૪૦ વાગ્યે ઓક્ટોબર ડિલિવરીવાળા ગોલ્ડની કિંમતમાં ૧૫ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે તે ૫૫૮૩૦ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. ગુરુવારે તે ૫૫૮૪૫ના સ્તર પર બંધ થયો હતો. આજે સવારે તે ૫૫૯૬૫ના સ્તર પર ખૂલ્યો હતો. અને હવે તે ૫૬૧૯૧ની ઉચ્ચતમ સપાટી પર છે. સ્ઝ્રઠ પર ડિસેમ્બરમાં ગોલ્ડ ડિલિવરીમાં ૧૫ રૂપિયાની તેજી જોવા મળી હતી. તે સમયે ગોલ્ડ ૫૬૦૩૦ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારના રોજ ૫૬૦૧૫ના સ્તર પર બંધ થયો હતો. આઝે સવારે ૫૬૯૪૭ના સ્તર પર ખૂલ્યો હતો. અત્યાર સુધીના કારોબાર દરમિયાન ૫૬૩૭૯ ઉચ્ચતમ સ્તર પર છે. MCX પર સવારે ૧૦.૪૦ વાગ્યે સપ્ટેમ્બર ડિલિવરીવાળી ચાંકીની કિંમતમાં ૯૮ રૂપિયાની તેજી જોવા મળી રહી છે. આ સમયે તે ૭૬૧૫૦ના સ્તર પર ટ્રેડ કરી રહી છે.

ગુરુવારે તે ૭૬૦૫૨ના સ્તર પર બંધ થઈ હતી. આજે સવારે તે ૭૭૯૪૯ના સ્તર પર ખૂલ્યુ અને તે આજનું ઉચ્ચતમ સ્તર છે. MCX પર આ સમયે ડિસેમ્બર ડિલિવરી ચાંદીની કિંમતમાં ૧૦૬ રૂપિયાની તેજી જોવા મળી રહી છે. ગુરુવારે તે ૭૭૯૨૬ના સ્તર પર બંધ થઈ હતી. આજે સવારે તે ૭૯૫૩૦ના સ્તર પર ખૂલી હતી. જે અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર ૭૯૭૨૩ પર છે.

(9:32 pm IST)