Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કેરલના કોઝિકોડ ઍરપોર્ટ પર એર ઇન્ડિયાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત : પ્લેનના બે ટુકડા : પાયલોટનું મૃત્યુ : 191 પેસેન્જર્સ હતા સવાર

વિમાન રનવે પરથી લપસ્યું: દુબઇથી આવતું હતું એર ઇન્ડિયાનું વિમાન : આ વિમાન વંદે ભારત મિશનનો એક ભાગ હતું :વિમાન 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું:અનેક ઇજાગ્રસ્ત: DGCAએ વિસ્તૃત તપાસના આદેશ આપ્યા

દુબઇ-કાલિકટ બોઇંગ 737 એર ઇન્ડિયાનું પ્લેન  190+ પેસેન્જર દુર્ઘટનાગ્રસ્ત થયું છે આ વવિમાનરનવે પર લપસી પડ્યા બાદ ક્રેશ લેન્ડ થયું છે અને અનેક હતાહતની આશંકા સેવાઈ રહી છે   વિમાનમાં 174 મુસાફરો અને ક્રૂના 5 સભ્યો હતા આ વિમાન વંદે ભારત મિશનનો એક ભાગ હતું આ દુર્ઘટનાની જાણ થતા ફાયર ફાયટર ની ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ છે વિમાન દુબઇથી કાલિકટ જઈ રહ્યું હતું.

દરમિયાન સ્થાનિક ધારાસભ્ય, ટી વી ઇબ્રાહિમે જણાવ્યું છે કે મોટાભાગના મુસાફરો સલામત છે

 

(10:37 pm IST)