Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રિઝર્વ બેંકે પણ માન્યું કે 20 લાખ કરોડના પેકેજથી અર્થતંત્રને કોઈ લાભ થયો નથી :લોકોના ખાતામાં પૈસા નાખો : કોંગ્રેસ

આવનારા સમયમાં દેશમાં ભૂખમરો અને બેરોજગારી વધશે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક દ્વારા જીડીપી વિકાસદર નકારાત્મક રહેવાની આશંકા જતાવ્યા પછી કોંગ્રેસે દાવો કર્યો કે દેશની રિઝર્વ બેન્કે (RBI) પણ માની લીધુ કે સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજથી અર્થતંત્રને કોઇ લાભ થયો નથી.

કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે હાલના સંકટના ઉકેલ માટે લોકોના ખાતામાં પૈસા નાંખવાનો સરકારન આગ્રહ પણ કર્યો છે. એક વીડિયો જારી કરી ગૌરવ વલ્લભે કહ્યું કેકથળતા અર્થતંત્ર અંગે રિઝર્વ બેન્કે પણ હાથ અદ્ધર કરી લીધા છે. RBIએ ગુરુવારે બેન્કોના રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નહીં. તેણે પરોક્ષ રીતે માની લીધું કે 20 લાખ કરોડના પેકેજથી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની આશા ફળી નથી. કારણ કે આરબીઆઇએ કહ્યું કે 41 વર્ષમાં પહેલી વખત જીડીપી વિકાસ દર નકારાત્મક રહેશે.

વલ્લભે કહ્યું કે આવનારા સમયમાં દેશમાં ભૂખમરો અને બેરોજગારી વધશે. તેનું સમાધાન માત્ર એક જ છે કે લોકોનાં ખાતામાં રોકડ રકમ નાંખવામાં આવે.

અત્રે ઉલેલ્ખનીય છે કે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે ચેતવ્યું હતું કે’કોરોના વાઇરસ (Covid-19) મહામારીનું સંક્રમણ લાંબા સમય સુધી ખેંચાશે તો ઘરેલુ અર્થતંત્રની સ્થિતિ વધુ બગડી શકે છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક આર્થિક વૃદ્ધિમાં તેજી લાવવા માટે નાણાકીય વિકલ્પનો વિવેકપુર્ણ રીતે ઉપયોગ કરશે.

ઉપરાંત ગવર્નર શક્તિકાંત દાસે RBIની દ્વીમાસિક નાણાકી નીતિની સમીક્ષા દરમિયાન એમ પણ કહ્યું હતું કે,ચાલુ નાણાવર્ષમાં આર્થિક વિકાસ નકારાત્મક રહેશે પરંતુ મહામારી પહેલાં કાબુ મેળવી લેવાશે તો તેની અર્થતંત્ર પર અનુકૂળ અસર થશે, નહીંતર સ્થિતિ વધુ બગડી શકે છે.

શક્તિકાંત દાસના વડપણ હેઠળની 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC)એ ત્રણ દિવસની બેઠક બાદ નીતિગત દરો યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.

(8:47 pm IST)