Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વોડાફોન-આઇડીયાને જુન ત્રિમાસિકમાં રપ૪૬૦ કરોડની ખોટ

એરટેલ પણ ડાઉન, તો જીયો છે જલસામાં : નફામાં ૧૮ર ટકાનો વધારો

નવી દિલ્હી, તા. ૭ :  ટેલિકોમ કંપની વોડાફોન આઇડીયાનો ખરાબ સમય હજુ પણ ચાલુ જ છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં કંપનીની ખોટ વધીને  રપ૪૬૦ કરોડ રૂપિયાના લેવલે પહોંચી ગઇ છે. ગયા નાણાકીય વર્ષના આજ ત્રિમાસિકમાં ૪૮૭૪ ખોટમાં વધારો થયો છે. શેરબજારને કંપનીએ આ માહિતી જોગવાઇ કરી છે. આ રકમમાં વિલય સાથે જોડાયેલ ખર્ચ, લાઇસેસ, ફી, એજીઆર તરીકેના સરકારી લેણા અને વનટાઇમ સ્પેકટ્રસ ચાર્જ સામેલ છે. એટલું જ નહીં, ઓપરેશન્સથી રેવન્યુમાં પણ કંપનીને પ.૪ર ટકાના ઘટાડાનો સામનો કરવો પડયો છે. જુનમાં પુરા થયેલ ત્રિમાસિકમાં કંપનીને ૧૦૬પ૯.૩૦ કરોડ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થયું છે.

જૂન ત્રિમાસિકમાં એરટેલને પણ ૧પ૯૩૩ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ ગઇ છે. તેનું એક કારણ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) તરીકે સરકારી લેણાનું ચુકવણું કરવાનું છે. આ પહેલા ગયા વર્ષે પણ જુના ત્રિમાસિકમાં એરટેલને ર૮૬૬ કરોડની ખોટ ગઇ હતી.  એક તરફ વોડાફોન આઇડીયા અને એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ ડાઉન છે. તો બીજી તરફ રિલાયન્સ જીયો હવે સતત નફો કરી રહી છે. જુન ત્રિમાસિકમાં જીયોના નફામાં ૧૮ર ટકાનવ વધારો થયો છે. કંપનીને રપર૦ કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગયા વર્ષના આ ત્રિમાસિકમાં ૮૯૧ કરોડ હતો.

(2:47 pm IST)