Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

હવે ઓફલાઇન પણ કાર્ડ અને મોબાઇલથી પેમેન્ટ કરી શકશો

મર્યાદિત રકમના ટ્રાન્સેકશન માટે આવશે સ્કીમ : હવેથી નહી નડે ઓછી કનેકિટવિટીનો પ્રોબ્લેમ

નવી દિલ્હી તા. ૭ :  RBIએ એક નિર્ણય દ્વારા ભારતમાં ડિજિટલ પેમેન્ટના યુગને વધુ વિસ્તાર આપવાની યોજના બનાવી છે. જેમાં દેશના એ વિસ્તારો જયાં ઓછી કનેકિટવિટીનો પ્રોબ્લેમ બહુ વ્યાપક છે ત્યાં લોકો માટે ડિજિટલ પેમેન્ટ અટકે નહીં તે માટે વિવિધ ક્રેડિટ કાર્ડ્સ , ડેબિટ કાર્ડસ અને મોબાઈલ વોલેટ દ્વારા ઓફલાઇન પેમેન્ટની સુવિધા આપવાની વિચારણા કરી છે. જો કે આમાં મોટી રકમના ટ્રાન્સેકશનને અનુમતિ નહી મળે. લિમિટેડ રકમના નાના વ્યવહારોને જ પ્રાધાન્ય અપાશે.

દેશમાં લાદવામાં આવેલા લોકડાઉન અને કોરોનાના કારણે પણ ડિજિટલ વ્યવહારોને વેગ મળ્યો છે. વિવિધ મોબાઈલ એપ્લિકેશનો અને વોલેટ્સ દ્વારા આ ક્ષેત્રમાં વ્યાપક પ્રગતિ નોંધાઈ છે, જો કે હજી પણ દેશમાં આ ક્ષેત્રને અવરોધતા ઘણા પરિબળો મોજૂદ છે. જેમાં ઓછી કનેકિટવિટી વાળ વિસ્તારો અને પેમેન્ટ ગેટ વે સાથે વ્યવસ્થિત કનેકશન ન સ્થપાવાને લીધે ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સ્થિતિને દૂર કરવા માટે RBI દ્વારા એક પાયલોટ પ્રોજેકટ લાવવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે જેમાં ગ્રાહકોના હિતો અને નાણાકીય વ્યવહારોને સુરક્ષિત રખાશે, તેમ જ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ અને વિવિધ બેન્કો અને નોન બેન્કિંગ કમ્પનીઓ ઓફલાઇન પેમેન્ટના વિકલ્પો આપવા માટે સક્ષમ બનશે. આ સિસ્ટમમાં કાર્ડ્સ દ્વારા પેમેન્ટ કર્યા પર તેનો ડેટા એક ટર્મિનલમાં સુરક્ષિત રાખવામાં આવે છે.જે ડેટાથી એક રિસીપ્ટ પણ નીકળે છે જેમાં વ્યવહારની 'વિગતો હોય. જયારે પણ ઈન્ટરનેટ કનેકશન એસ્ટાબ્લીશ થાય ત્યારે આ ડેટા તેના પ્રોસેસિંગ માટે પેમેન્ટ પ્લેટફોર્મને આગળ મોકલવામાં આવે છે. જો કે આ પરિસ્થિતિમાં RBI દ્વારા એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે વધુમાં વધુ લોકો અને સંસ્થાઓ દ્વારા ઓફલાઇન પેમેન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવે.'

આ સેવા આપેલી આ શરતોને આધીન રહેશે

.  પેમેન્ટ કાર્ડ, વોલેટ અને મોબાઈલ ડિવાઈસ અથવા અન્ય ચેનલના માધ્યમથી થઈ શકશે.

.  પેમેન્ટ્સ રિમોટ અને પ્રોકિસમિટી મોડથી પણ થઈ શકશે.

.  પેમેન્ટ્સ ટ્રાન્ઝેકશન કોઈ પણ AFA (Additional Factor Authentication) એટલે કે વધારાના કોઈ ઓથેન્ટિકેશન વગર ઓફર કરી શકાશે.

.  પેમેન્ટ ટ્રાન્ઝેકશનની અપર લિમિટ રૂ. ૨૦૦ હશે.

.  ઓફલાઈન ટ્રાન્ઝેકશનની કુલ લિમિટ કોઈ પણ ઈન્સ્ટ્રુમેન્ટ પર ૨૦૦૦ રૂપિયા હશે. લિમિટ ફરીથી સેટ AFA સાથે ઓનલાઈન મોડમાં કરી શકાશે.

PSO યુઝર્સને રિયલ ટાઈમ ટ્રાન્ઝેકશન અલર્ટ મોકલશે

.  કોન્ટેકટલેસ પેમેન્ટ્સમાં AFA મશીનના ધોરણોનું પાલન કરવાનું રહેશે

.  ઓફલાઈન મોડમાં AFA વગર પેમેન્ટ કરવું કે નહીં તે યુઝર પોતાની પસંદગી પ્રમાણે નક્કી કરશે.

(11:26 am IST)