Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

દુબઇથી 50 કિમી દૂર અજમન માર્કેટમાં ભીષણ આગ: શાકભાજી અને ફળોની દુકાનો બળીને ખાખ

સિવિલ ડિફેન્સની ટીમે ટ્રાફિકને અન્ય સ્થળે ડાયવર્ટ કરી દીધો

દુબઇ : આજે સાંજના સમયે દુબઇથી 50 કિલોમીટર દૂર અજમન માર્કેટમાં વિકરાળ આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર UAEના ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગી હતી અને ત્યાં શાકભાજી અને ફળોની દુકાનો બળી ગઇ હતી.

ઘટના બાદ સિવિલ ડિફેન્સની ટીમે ટ્રાફિકને અન્ય સ્થળે ડાયવર્ટ કરી દીધો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને લગભગ ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. નુકશાન અને અન્ય કોઈ જાનહાનિ અંગે કોઈ રિપોર્ટ હજુ સુધી મળ્યા નથી.

(12:00 am IST)